GSTV

ટ્રાવેલ ટિપ્સ/ આ છે મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ હિલ સ્ટેશન, અહીં એક વાર જરૂર બનાવો ફરવાનો પ્લાન

મધ્ય

Last Updated on November 25, 2021 by Bansari

મધ્યપ્રદેશ એ મધ્ય ભારતનો એક ખૂબસુરત હિસ્સો છે, જ્યાં હિલ સ્ટેશન, ટ્રેકિંગ સ્પોટ વગેરેની મજા માણી શકાય છે. જો તમે મધ્યપ્રદેશની પ્રાકૃતિક સુંદરતા, ખૂબસુરતી અને મંત્રમુગ્ધ કરનારા દ્રશ્યો જોવા માંગતા હોવ તો આ માટે મધ્યપ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન કરતાં વધુ સારી કોઇ જગ્યા હોઇ જ ન શકે. ચાલો તમને મધ્યપ્રદેશના હિલ સ્ટેશન વિશે વિગતવાર જણાવીએ.

અમરકંટક

અમરકંટક એ મધ્યપ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે જે વિંધ્ય અને સતપુરા પર્વતમાળાઓ વચ્ચે 1065 મીટરની ઉંચાઈ પર આવેલું છે, જે તેના કેટલાક સુંદર મંદિરો માટે પ્રખ્યાત છે. જો તમે પણ તમારા પ્રવાસ માટે આવી જ કોઈ જગ્યા શોધી રહ્યા હોવ તો. તો પછી એક વાર અમરકંટકની મુલાકાત ચોક્કસ આવો. અહીં તમે નર્મદા કુંડ, કપિલ ધારા, ત્રિમુખી મંદિર, દૂધ ધારા વોટર ફોલ વગેરેની મુલાકાત લઈ શકો છો.

ઓમકારેશ્વર

મધ્ય

નર્મદા અને કાવેરી નદીઓના સંગમ પર આવેલું ઓમકારેશ્વર ભારતનું ખૂબ જ સુંદર સ્થળ છે. એવું કહેવાય છે કે આ હિલ સ્ટેશનનું નામ ‘ઓમકારા’ પરથી પડ્યું છે જે ભગવાન શિવનું બીજું નામ છે. આ ઉપરાંત ઓમકારેશ્વરને 12 જ્યોતિર્લિંગોમાંના એક હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત છે. અહીં તમે શ્રી ઓમકારેશ્વર મંદિર, અમરેશ્વર મંદિર, કેદારેશ્વર મંદિર, અહિલ્યા ઘાટ વગેરેની મુલાકાત લઈ શકો છો.

શિવપુરી હિલ સ્ટેશન

મધ્ય

મધ્યપ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશનમાંથી એક શિવપુરી હિલ સ્ટેશનનું નામ પણ આવે છે. આ ખૂબ જ શાંત જગ્યા છે. અહીં તમે ભીડથી દૂર તમારા પરિવાર સાથે સમય પણ વિતાવી શકો છો. શિવપુરીમાં જોવા માટે તળાવો, પૂલ, મહેલો, મંદિરો અને અન્ય પ્રવાસન સ્થળો પણ છે.

માંડુ

મધ્ય

માંડુ એ મધ્યપ્રદેશનું એક મુખ્ય હિલ સ્ટેશન છે.તેને એમપીની શાન કહેવામાં આવે છે. માંડુની હરિયાળી, પ્રાકૃતિક સૌંદર્ય અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. જો તમે હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો આ બેસ્ટ ઓપ્શન છે.

પંચમઢી

મધ્ય

મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલું પંચમઢી એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. પંચમઢી હિલ સ્ટેશનમાં ઘણા ઐતિહાસિક સ્મારકો, ધોધ, પ્રાકૃતિક વિસ્તારો, ગુફાઓ, જંગલો અને અન્ય ઘણા સ્થળો ફરવા લાયક છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!