GSTV

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

કેપ્ટન

Last Updated on September 18, 2021 by Bansari

‘ICC T20 WORLD CUP TOURNAMENT, 2021’ શરૂ થતા પહેલા ભારતીય ક્રિકેટની ગલિયોમાં હલચલ મચી ચુકી છે. એક તરફથી ગુરુવારે, 16 સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયાના ધાંસૂ કેપ્ટન કોહલીએ ઘોષણા કરી દીધી કે ‘T20 WORLD CUP TOURNAMENT, 2021’ બાદ તે ટી20 ટીમની કેપ્ટન્સી નહી કરે, સાથે જ તેની ઘોષણા બાદ હવે તે વાતને લઇને સમાચારોનું બજાર ગરમ થઇ ગયું છે કે હવે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન અને વાઇસ કેપ્ટન કોણ હશે. જો કે હિટમેન રોહિત શર્માને ટી20 ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવુ લગભગ નક્કી છે. જે ‘IPL T20 TOURNAMENT’માં મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વાર ચેમ્પિયન બનાવી ચુક્યો છે. આ સાથે જ ટીમની વાઇસ કેપ્ટન્સીને લઇને પણ અટકળો લગાવવામાં આવી રહી છે. વાઇસ કેપ્ટનને લઇને ત્રણ નામ ચર્ચાના છે. જેમાં ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનું નામ સૌથી આગળ છે.

આ છે વાઇસ કેપ્ટનના દાવેદાર

જો કે BCCIની પાસે ઘણા નામ છે પરંતુ આવા 3 ખેલાડી છે, જે T20 Team Indiaની વાઇસ કેપ્ટન્સીની જવાબદારી સંભાળવાની કાબેલિયત ધરાવે છે-ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ. આ અંગે બીસીસીઆઇના એક ઓફિશિયલે કહ્યું કે, પંત એક મજબૂત દાવેદાર છે, પરંતુ તમે કેએલ રાહુલને પણ નજરઅંદાજ ન કરી શકો. કારણ કે તે એક આઇપીએલ ટીમનો કેપ્ટન છે. આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહ પણ છે.

કોહલી

આ દાવાઓનું ખંડન કર્યુ

બીસીસીઆઇના એક સૂત્રએ આ દાવાનું ખંડન કર્યુ જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોહલીએ વધુ ભારણ હોવાના કારણે કેપ્ટન્સી છોડી. સૂત્ર અનુસાર, વિરાટ જાણતો હતો કે તેને વ્હાઇટ બોલની કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવી શકે છે જો ટીમ સંયુક્ત અરબ અમીરાત વર્લ્ડ કપ ટી20માં સારુ પ્રદર્શન નહી કરી શકે. તો જ્યાં સુધી તેની સીમિત ઓવરોની કેપ્ટન્સીની વાત છે તો તેણે સારુ પ્રદર્શન કર્યુ છે. તેમણે કહ્યું કે, તેણે પોતાની ઉપર થોડુ દબાણ ઓછુ કર્યુ કારણ કે એવુ લાગે છે કે તે પોતાની શરતો પર છે. જો ટી20માં ટીમનુ પ્રદર્શન નબળુ રહ્યું તો તે 50 ઓવરની મેચમાં કેપ્ટન તરીકે પીછેહઠ કરી શકે છે.

એવા અહેવાલો પણ છે કે કેપ્ટન વિરાટ કોહલી નથી ઈચ્છતો કે રોહિત શર્મા ભારતનો સીમિત ઓવરોનો કેપ્ટન ન બનાવવામાં આવે. કેએલ રાહુલને વનડે ટીમમાં અને ઋષભ પંતને ટી 20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવા જોઇએ. તેની પાછળનું કારણ એ છે કે રોહિત શર્મા 34 વર્ષનો થઈ ગયો છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, “બોર્ડ પાસે એવી કોઈ માહિતી નથી કે કોહલી રોહિતને તેના ઉત્તરાધિકારી તરીકે ઈચ્છતો નથી.”

કોહલી

ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, “મેદાનની બહાર, વિરાટ કોહલી ખરેખર એક એવો ખેલાડી છે જે પોતાનામાં રહે છે. તેમની સાથે સમસ્યા તેમનો કમ્યુનિકેશ ગેપ છે. એમએસ ધોનીની વાત કરીએ તો, એક કેપ્ટન તરીકે, તેના દરવાજા 24 × 7 ખુલ્લા રહેતા હતા અને ટીમના ખેલાડીઓ ગમે ત્યારે તેની મુલાકાત લઈ શકતા હતા. તમે તેમની સાથે ભોજન કરી શકો છો. અને જો જરૂર હોય તો, અમે રમત વિશે ચર્ચા કરી શકીએ છીએ. “

નોંધપાત્ર બાબત એ છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા અત્યાર સુધી એક પણ આઇસીસી ઇવેન્ટ જીતી શકી નથી. ઘણી વખત તેઓ આ કારણોસર આલોચનાઓથી ઘેરાયેલો પણ રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ ‘ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2017’ ની અંતિમ મેચમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. તે પછી, ‘ICC વનડે વર્લ્ડ કપ, 2019’ ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ (IND vs NZ) સામે હાર થઇ હતી. અને તે પછી, ન્યૂઝીલેન્ડની ટીમે 144 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ‘ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, 2021’ માં ‘વિરાટ’ સેનાને હરાવી દીધી.

Read Also

Related posts

દારૂબંધીની વાતો સાવ પોકળ, 28 લાખના 550 પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

pratik shah

1800ના પે ગ્રેડ વધારા મામલે પોલીસ કોન્સ્ટેબલ ગાંધીનગરના વિધાનસભાના દાદરા પર જ ધરણા પર બેઠો, પોલીસ થઈ દોડતી

pratik shah

વિવાદાસ્પદ / આ છે પાકિસ્તાની કપ્તાનનો વાસ્તવિક ચહેરો, કુરાન પર હાથ રાખીને પ્રેમિકાએ કર્યો ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!