GSTV
Home » News » 15 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ સ્માર્ટ TVની કિંમત, જુઓ આખી યાદી

15 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ સ્માર્ટ TVની કિંમત, જુઓ આખી યાદી

જો તમે નવુ સ્માર્ટ TV ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો તમારી પાસે 15,000 રૂપિયા સુધીનુ બજેટ છે, પરંતુ તમને એ સમજાતુ નથી કે કંઈ કંપનીનુ TV ખરીદો તો તેમાં તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણકે અમે તમને અમૂક એવા સ્માર્ટ TV અંગે જણાવી રહ્યાં છે, જેને તમે 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકશો. આ સિવાય અમે તમને તેના ફીચર અને ખાસિયત અંગે પણ જણાવીશું.

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર TCL iFFALCON 32 ઈંચનુ ટીવી ફક્ત 9999 રૂપિયામાં મળી રહ્યું છે, જેની સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં કસ્ટમ લૉન્ચર છે, એટલું જ નહીં, તમે તેમાં નેટફ્લિક્સના વીડિયોને પણ જોઈ શકો છો. આ સિવાય તેમાં ડેડિકેટેડ એપ સ્ટોર પણ છે. સારી ઑડિયો ક્વોલિટી માટે તેમાં 10 વૉટનુ સ્પીકર છે, એટલું જ નહીં, તેમાં 3 એચડીએમઆઈ પોર્ટ, 2 યૂએસબી પોર્ટ આપવામાં આવ્યા છે.

Kodak XSMARTને તમે ફક્ત 11,999 રૂપિયામાં ખરીદી શકો છો, જેમાં 20 વોટનુ સ્પીકર છે. આ ટીવી 32 ઈંચનુ છે, જે HD ડિસ્પ્લેની સાથે આવે છે. જેની સૌથી મોટી ખાસિયત છે કે આ ટીવી એન્ડ્રૉઈડ ઑપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

MarQને તમે માત્ર 11,499 રૂપિયામાં ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ ટીવી એન્ડ્રૉઈડ બેસ્ડ છે. આ સિવાય તેમાં 20 વૉટનુ સ્પીકર છે. જેની સૌથી મોટી ખાસિયત છે કે તમે તેમાં નેટફ્લિક્સના વીડિયો પણ જોઈ શકો છો.

આ વાતથી તમે પણ વાંકેફ હશો કે ચીનની કંપની Xiaomi સસ્તી કિંમતમાં શાનદાર ફીચર્સ માટે પ્રખ્યાત છે, એવામાં તમે Mi LED Smart TVને ફક્ત 12,499 રૂપિયામાં ખરીદી શકો છો, જે 32 ઈંચનુ છે.

READ ALSO

Related posts

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!