GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આ 5 એપ્સ તમારા ખરાબ ફોટોઝને પણ એક સેકેન્ડમાં બનાવી દેશે ખુબસુરત, ફટાફટ કરી લો ડાઉનલોડ

દર વર્ષે 19 ઓગસ્ટના દિવસે વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. પહેલાના જમાનામાં હાઈટેક કેમેરા નહોતા, લોકો રીલ વાળા કેમેરાનો ઉપયોગ કરીને ફોટો ખેંચાવતા હતા. પણ હવે બધાના હાથમાં સ્માર્ટફોન આવી ગયા હોવાથી પોતાને ફોટોગ્રાફ સમજવા લાગ્યા છીએ. ક્યાંક ફરવા જઈએ છીએ તો ફરવાની જગ્યાએ વધારે ફોટા પડાવતાં હોઈએ છીએ. ફોટો આજકાલ આપણી જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગયા છે. જેનાથી આપણી જૂની યાદો તાજા થાય છે. ફોટોને ખૂબસૂરત અને સારો લુક આપવા માટે આપણે અલગ-અલગ ફિલ્ટર્સનો ઉપયોગ કરીએ છીએ. પ્લે સ્ટોર પણ એવી ઘણી એપ્સ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા લુકને પરફેક્ટ બનાવી શકો છો.


Prisma
ફોટોને અલગ લુક આપવા માટે આ બેસ્ટ એપ છે. આ એપની મદદથી તમે ફોટોને પેટિંગ, સ્કેચ જેવી ઈફેક્ટ આપી શકો છો. પ્રિઝ્મા એપમાં ઘણા બધા ફિલ્ટર્સ આપવામાં આવે છે. આ ફોટો એડિટિંગ એપ પહેલા ios અને એન્ડ્રોયડ બંને માટે હાજર છે.
Retrica
રેટ્રિકા એપમાં યુઝર્સને ઘણા પ્રકારની ઈફેક્ટ મળે છે. આ એપમાં યુઝર્સ ડાયરેક્ટ ફોટો પણ ક્લિક કરીને એડિટ કરી શકો છો. તેમાં આપવામાં આવેલા ફિલ્ટર્સથી તમારો ફોટો સારી રીતે એડિટ કરી શકો છો અને અલગ લાગશે. એન્ડ્રોયડ યુઝર્સ તેને પ્લે સ્ટોરમાં મફતમાં ડાઉનલોડ કરી શકે છે.


Candy Camera
આ એપમાં તમે તમારા ફોટામાં 100 ઈફેક્ટ અને ફિલ્ટર લગાવી શકો છો. તેના ફિલ્ટરમાં બ્યૂટી ફંક્શન, સ્કીન સ્મૂધનિંગ ઈફેક્ટ જેવી ઈફેક્ટ હાજર છે, જેમાં તમારી સેલ્ફી બહુ જ ક્લીયર અને ખૂબસૂરત દેખાશે.
Teleport-Photo Editor
આ એપની સૌથી ખાસ વાતએ છે કે યુઝર્સ તેનાથી પોતાનો બેકગ્રાઉન્ડ ફોટો ચેન્જ કરી શકે છે. તેમાં આર્ટિફિશિયલ ઈંટેલીજેન્સનો ઉપયોગ કરી શકે છે. એપની મદદથી તમે બેકગ્રાઉન્ડ બ્લર પણ કરી શકો છો. તેનાથી તમે કલર પણ બદલી શકો છો.

YouCam Makeup
આ એપમાં ઘણા એવા ફિલ્ટર હાજર છે, જેમાં તમારા ફોટો પર મેકઅપ કરી શકો છો. આ એપથી ફોટા પર લિપસ્ટિક લગાવી શકો છો. આઈબ્રો શેપ પણ ચેન્જ કરી શકો છો.

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!