GSTV

યુઝ કરો આ 7 એક્સટેન્શન જે તમારા વેબ બ્રાઉઝરને બનાવી દેશે ‘સુપર ફાસ્ટ’

જેમ આપણે સ્માર્ટફોનમાં એપ્સ ઉમેરી શકીએ છીએ, એ જ રીતે પીસી/લેપટોપમાં ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં નાનાં-નાનાં એક્સ્ટેન્શન ઉમેરી, તેની ઉપયોગી વધારી શકીએ છીએ. ક્રોમમાં chrome.google.com/webstore અને ફાયરફોક્સમાં addons.mozilla.org પર જઈને આવાં એડઓન ઉમેરી શકશો. બ્રાઉઝરરમાં એક્સ્ટેન્શન કે એડઓન સ્વરૂપે વધારાની સગવડ હવે તો બહુ લોકપ્રિય થઈ ગઈ છે અને બધાં બ્રાઉઝરના પીસી વર્ઝનમાં આ સુવિધા મળવા લાગી છે.  જો તમારે પીસી/લેપટોપમાં ખાસ્સું સર્ફિંગ કરવાનું થતું હોય તો એક્સ્ટેન્શનની સુવિધા  ક્યારેક ફુરસદે તપાસવા જેવી ખરી.

ક્રોમમાં ઉમેરો ડિક્શનરીનું એક્સ્ટેન્શન

તમારા બ્રાઉઝર માટે ઇન્ડિસ્પેન્સેબલ એક્સટેન્શન! ‘ઇન્ડિસ્પેન્સેબલ’ શબ્દનો અર્થ સ્પષ્ટ નથી? તમે કાગળ પર લખાયેલા શબ્દો વાંચી રહ્યા છો એટલે ડિક્શનરી હાથમાં લઈને અર્થ શોધ્યા વિના છૂટકો નહીં, પણ જો ક્રોમમાં કોઈ વેબસાઇટમાં આ જ શબ્દ ઇંગ્લિશમાં વાંચ્યો હોત અને ક્રોમમાં ગૂગલ ડિક્શનરીનું એક્સ્ટેન્શન હોત તો તમે માઉસથી એ શબ્દ પર ડબલ ક્લિક કરીને પલકવારમાં એનો અર્થ જાણી-સમજી શક્યા હોત! પોપ-અપ બોક્સમાં છેડે આપેલી ‘મોર’ લિંક પર ક્લિક કરીએ એટલે ગૂગલમાં એ જ શબ્દ આગળ ડિફાઇન (define indispensable) લખીને સર્ચ કરવાથી જે રીઝલ્ટ મળે એ પેજ પર પહોંચી જઈએ!

મજા, જે તે વેબસાઇટના પેજ પરથી બીજે ક્યાંય ગયા વિના, આપણો સંદર્ભ ગુમાવ્યા વિના ફટાફટ અર્થ જાણી લેવામાં છે. શબ્દ સિલેક્ટ કરીને એડ્રેસ બાર બાજુના ડિક્શનરીના આઇકન પર ક્લિક કરશો તો પણ ત્યાં વિગતવાર અર્થ જાણવા મળશે.  એક્સ્ટેન્શનના ઓપ્શનમાં જઈને, આપણે સર્ચ કરેલા શબ્દોની હિસ્ટ્રી પણ જાળવી શકાય છે, જેથી ક્યારેક ફુરસદે એ શબ્દો પર ફરી નજર ફેરવીને આપણી સમજ પાકી કરી શકાય. ભણી ગણીને કારકિર્દીમાં આગળ વધીએ ત્યારે આપણી ઓફિસમાં ‘ઇન્ડિસ્પેન્સેબલ’ બનવું હોય તો આવાં એક્સ્ટેન્શનની મદદ લેવાની ટેવ કેળવવી રહી! વેબસ્ટોરમાં સર્ચ કરો

 Google Dictionary (by Google)

ટેકવર્ડસ કાગળ પરનું પ્રિન્ટિંગ હોય કે ઓનલાઇન ઉપયોગ કરવાનો હોય, ઇમેજીસની ફાઇલ બહુ જુદા જુદા ફોર્મેટમાં સેવ કરી શકાય છે. તેની કેટલીક પાયાની વાતો જાણી રાખશો તો ક્યારેક ને ક્યારે કામ લાગશે.

ઇમેજ ફોર્મેટ્સ

.jpg (Joint Photographic Experts Group) :

આ પ્રકારની ફાઇલનો હાઇ ક્વોલિટી ફોટોગ્રાફી માટે ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર તેનો ઓછા રિઝોલ્યુશનમાં ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની ઇમેજને મોટી કરવામાં આવે તો તેની ગુણવત્તા બગડે છે. ઉપરાંત આ પ્રકારની ફાઇલમાં બેકગ્રાઉન્ડનો ભાગ ટ્રાન્સપરન્ટ – પારદર્શક રાખી શકાતો નથી. મોટા ભાગના સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરા ફોટોગ્રાફ્સને આ જ ફોર્મેટમાં સેવ કરે છે. તેને કમ્પ્રેસ કરવા જતાં તેની ગુણવત્તા બગડે છે.

.png (Portable Network Graphics):

આ પ્રકારની ફાઇલ ઇન્ટરનેટ પર ઇમેજની આપ-લે કરવા માટે વધુ ઉપયોગી છે. તેમાં બેકગ્રાઉન્ડનો ભાગ ટ્રાન્સપરન્ટ રાખી શકાય છે. આ પ્રકારની ફાઇલને પણ મોટી કરવા જતાં તેની ગુણવત્તા બગડી જાય છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ પર ટેક્સ્ટ કે ગ્રાફિક્સ દર્શાવવા માટે આ પ્રકારની ફાઇલ ઉપયોગી છે. તેમાં ફોટોની ગુણવત્તા બગાડ્યા વિના તેનું કમ્પ્રેશન થઈ શકે છે.

.psd (Adobe Photoshop):

ફોટોગ્રાફ, ગ્રાફિક્સ અને વેબ ડિઝાઇનના એડિટિંગ માટે આ ફાઇલ ફોર્મેટ ઉપયોગી થાય છે. તેમાં માસ્ક, લેયર્સ, ટ્રાન્સપરન્સી, ટેક્સ્ટ, એકશન્સ, ફિલ્ટર્સ વગેરે ઇમેજ એડિટિંગના વિવિધ ફિચર્સનો પૂરો લાભ લઈ શકાય છે. જોકે આ પ્રકારની ફાઇલને પણ મોટી કરવા જતાં તેની ગુણવત્તા બગડી જાય છે.

.gif (Graphics Interchange Format):

 આ પ્રકારની ફાઇલ ઓનલાઇન ઉપયોગ માટે સારી છે. તેમાં ઇમેજમાંના કલર્સની સંખ્યા ઘટીને ૨૫૬ થઇ જાય છે. તેથી ફાઇલ સાઇઝ ઘણી નાની થાય છે. ખાસ કરીને એનિમેશનમાં આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે. ‘.જિફ’ ફાઇલ ફોર્મેટ એ ‘.પીએનજી’ ફોર્મેટ જેવું જ છે પરંતુ તેમાં ગુણવત્તા પીએનજી કરતાં નબળી હોય છે.

.pdf (Portable document format):

આ ઇમેજનો પ્રકાર નથી, પણ ડોક્યુમેન્ટની મૂળ ડિઝાઇન કે ગુણવત્તામાં કોઈ ફેરફાર ન થાય એ રીતે આ ફોર્મેટમાં ફાઇલને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે. સંખ્યાબંધ પ્રિન્ટ પબ્લિકેશન્સ વિજ્ઞાપનો પીડીએફ સ્વરૂપે મેળવવાનું પસંદ કરે છે.

.eps (Encapsulated PostScript file):

આ પ્રકારના ફાઇલ ફોર્મેટનો લોગો અને ઇલસ્ટ્રેશનની વેકટર ફાઇલ તરીકે ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની ફાઇલને આપણે ઇચ્છીએ તેટલી મોટી કરી શકીએ છીએ. સાદી ટપાલ ટિકિટમાંથી બહુમાળી બિલ્ડિંગ જેટલી ઇમેજ સાઇઝ કરીએ તો પણ તેમાં ઇમેજ ક્વોલિટી બગડતી નથી! આ પ્રકારના ફોર્મેટમાં બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ રાખી શકાય છે. લાર્જ ફોર્મેટ પ્રિન્ટિંગ માટે આ આદર્શ ફાઇલ ફોર્મેટ છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!