GSTV
Home » News » કરોડપતિ બનવું હોય તો અપનાવો આ 6 ટિપ્સ, થશે મોટો ફાયદો

કરોડપતિ બનવું હોય તો અપનાવો આ 6 ટિપ્સ, થશે મોટો ફાયદો

મોંઘવારીના સમયમાં જો કોઈ પૈસાની બચત કરી કરોડપતિ બનવાનું કહી દે તો થોડું અટપટ્ટુ જરૂર લાગે. પરંતુ નિવૃત્તિ બાદ તમારી પાસે એટલા પૈસા જરૂર હોવા જોઈએ કે બાકીનુ જીવન શાંતિથી ગુજારી શકો. જો તમે થોડા સમયમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારા માટે થોડી ટિપ્સ છે, જેનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ.

દર મહિને પગારની આ રીતે કરો બચત

બચત માટે નક્કી કરેલા પૈસા પગારના ખાતા દ્વારા બચત ખાતામાં ટ્રાન્સફર કરાવી દો અને તેની એફડી બનાવી દો. જેને કારણે તમારી ઈચ્છા આ પૈસા વાપરવાની થશે છતાં તમે આ પૈસા વાપરી શકશો નહીં.

દરેક ખર્ચની નોંધ કરતા જાઓ

લોકો ભલે તમને ચિલ્લરબાજ કહે પરંતુ તમારે નક્કી કરવાનુ છે કે આખો દિવસ પૂર્ણ થયા બાદ તમે દિવસના ખર્ચા એક નોટમાં નોંધવાનુ રાખો. જેનાથી તમને તમારો નિયમિત ખર્ચ જાણવા મળશે અને કેટલીક ગેરજરૂરી વસ્તુઓ પર થઈ રહેલા ખર્ચાને ઓળખી શકશો.

સેલેરી વધી, બોનસમાં વેડફશો નહીં

જો તમારો પગાર વધી ગયો છે અથવા કંપનીમાંથી બોનસ મળ્યુ છે, તો તેને વેડફશો નહીં. આ વધી રહેલા રૂપિયાનું કોઈ જગ્યાએ રોકાણ કરો. તમે આ વધેલા પગારને વાપરવા ઈચ્છતા હોય તો પણ તમે કરશો નહીં. રોકાણનો  લાભ તમને ભવિષ્યમાં મળશે.

કારણવગરની ખરીદી કરશો નહીં

તાજેતરમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પગાર આવતા જ લોકો ખરીદી કરવા નિકળી પડે છે. પછી ખરીદીમાં વધુ રૂપિયા ખર્ચાઈ જાય છે. તેથી ખરીદી મામલે પોતાની પર સંયમ રાખતા શીખો.

ઘરના દરેક ખૂણામાં રૂપિયા

પહેલાના સમયની ગૃહિણીઓ બધી જગ્યાએ ખૂણામાં પૈસા મૂકીને રૂપિયાની બચત કરતી હતી. જ્યારે પણ તમારી પાસે વધારે પૈસા હોય ત્યારે ઘરના કોઈ ખાનગી ખૂણામાં રૂપિયાને છૂપાવી દો. મહિનાના અંતમાં બધી ખાનગી જગ્યાએ પૈસા ભેગા કરી તેની એફડી બનાવી દો.

બાળકોને પણ આપો બચતનું શિક્ષણ

જો તમારે તમારા બાળકોને સારું શિક્ષણ આપવુ હોય તો તેના માટે તમારા બાળકને એક પિગી બેંક આપી દેવુ જોઈએ. જ્યારે આ પિગી બેંક આખુ ભરાઈ જાય ત્યારે આ રૂપિયાનો ઉપયોગ તેના અભ્યાસની વસ્તુઓની ખરીદી માટે કરવો જોઈએ.

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi

બંને હાથથી દિવ્યાંગ ચિત્રકારે કેરળના સીએમ સાથે પગ વડે સેલ્ફી લીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!