GSTV

2 દિવસમાં મોંઘી થઈ જશે આ 5 વસ્તુઓ, ખિસ્સા પર વધશે ભાર, પડશે મોંઘવારીનો માર

Last Updated on March 29, 2019 by Mayur Vora

ચાલુ નાણાંકીય વર્ષ પૂર્ણ થવાને માત્ર 2 દિવસની વાર છે. એક એપ્રિલથી તમારા ખિસ્સા પર ભાર વધશે. કારણ કે 5 વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આવો, જાણો કઈ કઈ વસ્તુઓ માટે તમારે 1 એપ્રિલથી વધુ કિંમત ચૂકવવી પડશે.

  • કાર થઈ જશે મોંઘી

જો તમે ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો 2 દિવસમાં શક્ય હોય તો ખરીદી લો. કારણ કે ઘણી કંપનીઓ કારની કિંમતમાં 75 હજાર રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે. ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર મોટર્સ, જૈગુઆર લેન્ડ રોવર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ છે. ટાટા 25 હજાર અને મહિન્દ્રા 75 હજાર રૂપિયાનો વધારો કરશે. જૈગુઆર 4 ટકાનો વધારો કરશે.

  • રસોઈ ગેસ

રસોઈ ગેસના સિલિન્ડરના ભાવ વધવાની પણ સંભાવના છે. જો તમે ગેસ સિલિન્ડરનો વપરાશ કરો છો તો આ બે દિવસમાં એક બોટલ મંગાવી લો. તંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસના ભાવમાં ફેરફાર કરતી હોય છે.

  • પાઈપલાઈન દ્વારા ઘરે પહોંચતો ગેસ પણ થશે મોંઘો

ઘરોમાં પાઈપલાઈન મારફતે પહોંચતો પાઈપ નેચરલ ગેસ અને ગાડીઓમાં ભરાતા સીએનજીની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. પ્રાકૃતિક ગેસની કિંમતોમાં 18 ટકાનો વધારો થઈ શકે છે. ગેસની કિંમત વધવા પર મોંઘવારીના દરમાં પણ વધારો થઈ શકે છે.

  • વધી શકે છે હવાઈ ભાડું

READ MORE:

હવાઈ ભાડામાં આમ પણ વધારો થઈ ચૂક્યો છે. એવામાં ગરમીની રજાઓમાં ટિકીટ બૂક કરાવવાનું વિચારતા લોકોએ એક એપ્રિલથી વધુ માર પડશે. સરકારની એક સમિતિએ હવાઈ સફર કરનારા મુસાફરોને પહેલાના મુકાબલે યાત્ર સેવા શુલ્ક લેવાની વાત કરી છે. જો તે લાગૂ થશે તો ટિકીટ ખરીદવી મોંઘી થઈ જશે.

  • દિલનો ઈલાજ મોંઘો થશે

દિલના દર્દીઓનો ઈલાજ-સારવાર કરાવવી મોંઘી બનશે. દિલમાં મૂકાતા સ્ટેંટની કિંમતો 1 એપ્રિલથી વધી જશે. ગયા વર્ષની કિંમત માત્ર માર્ચ 2019 સુધી જ માન્ય છે. નવી કિંમતો લાગૂ થવાથી હોસ્પિટલ્સ પણ નવી કિંમતો પ્રમાણે ખર્ચો લાગૂ કરશે.

Related posts

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!