GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ટેક્સથી બચવા પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ્સમાં કરો રોકાણ, મળશે ધરખમ છૂટનો લાભ

આગામી 31 માર્ચના રોજ નાણાકિય વર્ષ 2019-2020 સમાપ્ત થવા જઈ રહ્યુ છે. એવમાં ઘણા લોકો ટેક્સ સેવિંગ માટે ઘણા વિકલ્પ શોધવામાં લાગ્યા છે. ઈનકમ ટેક્સની બચત માટે આયકર કાનૂનની સેક્શન 80C ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈનકમ ટેક્સ કાનૂનના સેક્શન 80C માં એવા ઘણા વિકલ્પ છે, જેમાં રોકાણ કરી તમે 1.5 લાખ રુપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કેટલીક સ્કીમ્સ વિશે જણાવીશું, જેમાં તમને સેક્શ 80C નો ફાયદો મળશે.

સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ

આ સ્કીમ પૈસા બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. હાલમાં આ યોજનામાં વર્ષ દરમિયાન 8.6 ટકા વ્યાજદર મળી રહ્યુ છે. જો વ્યાજની રકમ વર્ષ દરમિયાન 10 હાજર રુપિયાથી વધારે છે તો, સ્ત્રોત પર કપાત એટલેકે, TDS કપાઈ શકે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા પર ઈનકમ અધિનિયમ 1961 ની ધારા 80C હેઠળ ટેક્સ લાભ પ્રાપ્ત કરી શકે છે. 60 વર્ષ અથવા તેથી વધારે વર્ષ બાદ એકાઉન્ટ ખોલવામાં આવી શકે છે. તો બીજી તરફ VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી પણ વધારે પણ 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે તે પણ આ એકાઉન્ટને ખોલી શકેછે. આ સ્કીમ હેઠળ 5 વર્ષ માટે પૈસાનુ રોકાણ કરવામાં આવી શકે છે. મેચ્યોરિટી બાદ પણ આ સ્કીમને 3 વર્ષ માટે વધારી શકાયછે.આ યોજના હેઠળ તમે વધારેમાં વધારે 15 લાખ રુપિયાનુ રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ કોઈ બાળકીના જન્મ બાદ 10 વર્ષની અંદર ખોલવામા આવી શકે છે. તમે માત્ર 250 રુપિયામાં આ ખાતુ ખોલાવી શકો છો. જેમાં વર્ષનું 8.4 ટકાના દર પર વ્યાજ આપવામાં આવી રહ્યુ છે, જે ફિક્સ્ડ ડિપોઝીટથી પણ વધારે છે. ચાલુ નાણાકિયા વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધારેમાં વધારે 1.5 લાખ રુપિયા જમા કરાવી શકાય છે. આ યોજનામાં રોકાણ કરવા પર 80C હેઠળ ટેક્સ છુટનો પણ ફાયદો ઉઠાવી શકો છો. આ એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેન્કની વધારે પડતી શાખામાં ખોલી શકાયછે.

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)

પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિ઼ન્ટ ફંડ (PPF) ખાતામાં જમા કરવામા આવેલી રકમ પર હાલમાં 7.9 ટકા વ્યાજ મળી રહ્યુ છે. જમા વ્યાજ કેલ્ક્યુલેશન વર્ષના આધાર પર કરવામાં આવે છે. જેનો અર્થ છે કે, તેને દર વર્ષ મૂળ રકમમાં જોડવામાં આવે છે. PPF કરની છૂટ(EEE) કેટેગરી અંતર્ગત આવે છે. એનો મતલબ છે કે, રિટર્ન, મેચ્યોરિટી રાશિ અને વ્યાજની ઈનકમ પર આવકની છૂટ મળે છે. આ એકાઉન્ટ 15 વર્ષ માટે ખોલવામાં આવી શકે છે. જેને આગામી 5 વર્ષ માટે વધારી શકાય છે. PPF માં મિનિમમ 500 રુપિયાથી એકાઉન્ટ ખોલવામાં આવી શકે છે. જેમાં એક ફાયનેન્શિયલમાં ઓછામાં ઓછા 500 રુપિયાનુ રોકાણ કરવુ જરૂરી છે. તો બીજી તરફ તમે 1 વર્ષમાં એકાઉન્ટમાં વધારેમાં વધારે 1.5 લાખ રુપિયાનુ રોકાણ કરી શકો છો.

ઈયર એનએસસી VIII ઈશ્યૂ

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર હાલમાં વર્ષના આધાર પર 7.9 ટકાનો વ્યાજ દર મળી રહ્યો છે. જેમાં વ્યાજની ગણના વર્ષના આધાર પર થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણની અવધિ થવા પર જ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રાશિ પર આયકર અધિનિયમની ધારા 80C હેઠળ ટેક્સની છૂટ મળે છે. NSC એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછુ 100 રુપિયાનુ રોકાણ કરવાનું રહેશે. જેકે, તેમાં રોકાણ પર કોઈ પણ પ્રકારની મર્યાદા નથી.

ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ

પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ યોજના એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. જેમાં એક નક્કી સમયગાળામાં માટે પૈસાનુ રોકાણ કરવા માટે તમે નિશ્વિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો ફાયદો ઉઠાવી શકો છઓ. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.9 થી 7.7 ટકા સુધીનુ વ્યાજ આપે છે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછી 1 હજાર રુપિયા સુધીની રકમનું રોકાણ કરવાનુ રહેશે. જોકે, વધારે રકમ માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

READ ALSO

Related posts

ઈન્કમ ટેક્સ વિભાગે આપી મોટી રાહત, હવે આ તારીખ સુધીમાં પાન સાથે આધાર લિંક કરાવી શકશો

Pravin Makwana

લોકડાઉન પછીના કપિલ શર્મા શોના શૂટિંગમાં સૌપ્રથમ આવશે આ રિયલ હિરો

Mansi Patel

કેવી રીતે થાય છે પોર્ન ઈંડસ્ટ્રીઝમાં શૂંટિંગ, એક જ દિવસમાં લાખોની કમાણી કરી લેતા હોય છે એડલ્ટ સ્ટાર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!