કોરોના સંકટકાળમાં રોકાણકારોને રાહત આપવા માટે બજાર નિયામક સેબીએ ચાલુ વર્ષે મ્યચ્યુઅલ પંડ્સના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હતા. મ્યુ. ફંડનો રોકાણકારો માટે વધારે પારદર્શિતા અને સુરક્ષિત બનાવવા માટે નવા વર્ષે પણ તે સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર આવી રહ્યો છે. સેબીએ મ્યુ. ફંડ માટે નવા નિયમો બનાવ્યા છે જે નવા વર્ષથી લાગુ થશે. તેમાં NAVનું કેલક્યુલેશનથી લઇને એક નવા રિસ્કોમીટર ટૂલ અને ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર્સના નવા નિયમો શામેલ છે. તો ચાલો જાણીયે મ્યુ. ફંડમાં નવા વર્ષથી લાગુ થનાર નવા નિયમો…

75% મૂડી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવી ફરજિયાત
1 જાન્યુઆરી, 2021થી મ્યુ. ફંડ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં જે પરિવર્તન આવી રહ્યુ છે તેમાં સૌથી મોટો ફરેફાર મલ્ટીકેપ ઇક્વિટી મ્યુ. ફંડમાં પોર્ટફોલિયો એલોકેશનને લઇને છે. સેબીએ આ ફંડ્સનો મિનિમમ 75ટકા હિસ્સો ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવો ફરજિયાત બનાવ્યો છે, જે હાલમાં 65 ટકા છે. તે ઉપરાંત મલ્ટીકેપ ઇક્વિટી મ્યુ. ફંડ સ્કીમ્સમાં ઓછામાં ઓછો 25-25 ટકા હિસ્સો લાર્જકેપ- મિડકેપ અને સ્મોલકેપમાં ઇન્વેસ્ટ કરવાનો રહેશે. હાલ મ્યુ. ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારો માટે આવા કોઇ પ્રતિબંધો નથી, તેઓ પોતાની મરજી મુજબ કોઇ પણ કેટેગરીના સ્ટોકમાં રોકાણ કરી શકે છે. સેબીએ મ્યુ. ફંડ હાઉસોને નવા નિયમો લાગુ કરવા માટે 31 જાન્યુઆરી, 2021 સુધીનો સમય આપ્યો છે.
NAVની ગણતરીમાં ફેરફાર
1 જાન્યુઆરી, 2021થી રોકાણકારોને એ જ દિવસની મ્યુ. ફંડની નેટ એસેટ્સ વેલ્યૂ એટલે કે પર્ચેઝ NAV એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)ની પાસે પહોંચ્યા બાદ મળશે, પછી ભલે રોકાણનું કદ ગમે તેટલુ મોટુ કેમ ન હોય. સેબીએ એવુ નક્કી કર્યુ છે કે, લિક્વિડ અને ઓવરનાઇટ મ્યુ. ફંડ સ્કીમને બાદ કરતા તમામ મ્યુ. ફંડ સ્કીમ્સમાં દિવસની ક્લોઝિંગ NAV યુટિલાઝેશની માટે ઉપલબ્ધ ફંડ્સના આધારે નક્કી થશે. હાલના નિયમ મુજબ બે લાખથી ઓછી ખરીદીમાં તે જ (સેમ-ડે)ની NAV લાગુ થાય છે અને ઓર્ડર પ્લેસ થઇ જાય છે, પછી ભલે AMCની પાસે પહોંચ કે ન પહોંચે.

નવા રિસ્કોમીટર ટુલ્સ હાઇરિસ્ક
મ્યુ. ફંડને લઇને રોકાણકારો યોગ્ય, સાચા અને સુવ્યવસ્થિ નિર્ણય લઇ શકે, તેની માટે 1 જાન્યુઆર, 2021થી રિસ્કોમીટર ટુલ્સ પર અત્યંત ઉંચુ જોખમુ (વેરીહાઇ રિસ્ક)નીં નવી એકે કેટેગરી ઉમેરશે. હવે રિસ્કોમીટરનું મૂલ્યાંકન માસિક ધોરણે કરવામાં આવશે, જેમાં AMCsની તમામ મ્યુ. ફંડ સ્કીમ્સના પોર્ટફોલિયો ડિસ્ક્લોઝરની સાથે રિસ્કોમીટર પોતાની વેબસાઇટ અને AMFIની વેબસાઇટ પર મહિનો સમાપ્ત થયાના 10 દિવસની અંદર દર્શાવવુ પડશે. તેની સાથે મ્યુ. ફંડે દર વર્ષે રિસ્કોમીટરમાં આવલે પરિવર્તનનુ હિસ્ટ્રી પ્રકાશિત કરવી પડશે.
ડિવિડન્ડ ઓપ્શનનું નામ બદલાશે
નવા વર્ષે એપ્રિલ મહિનાથી મ્યુ. ફંડ્સના ડિવિડન્ડ ઓપ્શન્સનું નામ બદલીને ઇન્કમ ડિસ્ટ્રીબ્યૂશન કમ કેપિટલ વિથ્રોઅલ કરવું પડશે. સેબીએ તમામ મ્યુ. ફંડ કંપનીઓને ડિવિડન્ડ ઓપ્શન્સનું નામ બદલવાનો નિર્દેશ આપ્યો છે.

ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફરના નિયમો પણ બદલાશે
1લી જાન્યુઆરી 2021થી ક્લોઝ એન્ડેડ ફંડ્સનું ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર રોકાણકારોને સ્કીમના યુનિટ એલોટ થયાના માત્ર કામકાજના 3 દિવસની અંદર કરવું પડશે. 3 દિવસ બાદ ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફર કોઇ પણ કિંમત પણ કરી શકાશે નહીં. ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફરમાં ડેટ પેપર્સને એક મ્યુ. ફંડ સ્કીમાંથી બીજીમાં શિફ્ટ કરી શકાશે. સેબીના નિયમ મુજબ ઇન્ટર સ્કીમ ટ્રાન્સફર માર્કેટ પ્રાઇસ પર થશે.
Read Also
- ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ
- દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો
- ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી