GSTV

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Last Updated on July 31, 2021 by Zainul Ansari

જો તમારી સ્કિન ઓઇલી છે, તો તમારે ચોમાસાની સિઝનમાં તેની ખાસ કાળજી લેવાની જરૂર છે. આ સિઝનમાં સ્કિન વધુ ઓઇલી બને છે. આવી સ્થિતિમાં સ્કિન પર પિમ્પલ થવાનું જોખમ રહે છે અને ચહેરા પર પિમ્પલ તમારી સુંદરતા ખરાબ થાય છે. અહીં જાણો આવા કુદરતી ઉપાયો જે તમારી ઓઇલી સ્કીનમાંથી ઓઇલીનેસ દૂર કરશે અને ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવશે.

યુવાન
  1. જેમની સ્કિન ઓઇલી છે, તેમણે દરિયાઈ મીઠું વડે ચહેરા પર મસાજ કરવી જોઈએ. તેના માટે હુંફાળા પાણીમાં થોડું દરિયાઈ મીઠું મિક્સ કરો અને આ પાણીથી ચહેરાને હળવા હાથે મસાજ કરો. આ મીઠામાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે સ્કિનમાંથી વધારાનું ઓઇલ અને ભેજ દૂર કરે છે અને સ્કિનને સ્વસ્થ બનાવે છે. તમે અઠવાડિયામાં બે વખત આ કરી શકો છો.
  2. અડધા લીંબુનો રસ, બે ચમચી ખાવાનો સોડા અને એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટથી ગરદનથી મસાજ કરતાચહેરા સુધી લાવો. તેને સુકાવા દો. તે પછી ચહેરો ધોઈને સાફ કરી લો.
  3. એક વાસણમાં પાણી લઈને ગ્રીન ટીને સારી રીતે ઉકાળો. આ પાણીને ઠંડુ થવા દો. તે પછી તેમાં લીંબુ ઉમેરો. હવે આ પાણીને બરફની ટ્રેમાં મૂકો અને તેને ફ્રીઝ કરી લો. બરફ ફ્રીઝ થઇ ગયા પછી ક્યુબથી સ્કીનને મસાજ કરો. તે તમારા ચહેરા પરથી ઓઇલ પણ દૂર કરે છે, ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે અને તમારી સ્કિનને ખૂબ જ સ્વચ્છ બનાવે છે.
  4. એક ચમચી દહીંમાં એક ચપટી કેસરને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે તે દહીંમાં ચણાનો લોટ અને હળદર પાવડર ઉમેરો. હળવા હાથે મસાજ કરતી વખતે પેસ્ટને ગરદનથી ચહેરા સુધી લગાવો. સૂકાયા બાદ ચહેરો ધોઈ લો. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, સાથે સાથે તે રંગને પણ નિખારે છે. જ્યારે દહીં સ્કિનમાંથી બ્લેકનેસ અને ટેનિંગ દૂર કરે છે.
  5. એક ચમચી ચણાનો લોટ, એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. સુકાઈ ગયા બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. ખીલની સમસ્યા ઉપરાંત ચહેરાની અન્ય સમસ્યાઓ પણ આ સાથે દૂર થશે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!