નાની-નાની બચત પણ જીવનના ઘણા પડાવોમાં મહત્વપૂર્ણ રૂપથી કામ આવે છે. કોરોના મહામારીએ એ વાત સામાન્ય માણસને સમજાવી દીધી છે કે, કંઈ રીતે ઘરની આવકમાંથી પણ કરવામાં આવતી નાની બચત પણ ઈમરજન્સીમાં કામ આવી શકે છે. આવરમાંથી કરવામાં આવનારી આ સેવિંગ્સને જો સાચી જગ્યા પર રોકાણ કરવામાં આવે તો તે ભવિષ્યમાં પડનારી જરૂરિયાતોમાં પણ કામ આવી શકે છે.
નાની-નાની બચત એક મોટી પૂંજીમાં પણ તબ્દીલ
એક્સપર્ટ જણાવે છે કે, પૈસાથી પૈસા બનાવવા માટે રોકાણ જરૂરી છે. તમે પોતાની બચતનું રોકાણ કરો છો, તો તે મોટા રિટર્નના રૂપમાં તમારી પાસે પરત આવે છે. એવામાં તમારી નાની-નાની બચત એક મોટી પૂંજીમાં પણ તબ્દીલ થઈ જાય છે. રોકાણની દ્રષ્ટિએ દરેક લોકો જલ્દી રિટર્ન આપનાર વિકલ્પોની શોધમાં છે.
ઓછા સમયમાં વધારે રિટર્ન, જલ્દી માલામાલ થવાની શક્યતા
એવામાં મહત્તમ લોકો સ્ટોક માર્કેટ, બેન્ક FD, SIP જેવી ફાઈનેંશિયલ પ્રોડક્ટ્સ વિશે વિચારે છે, પરંતુ આ સૌથી હટકે તમે જો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો તો અહીંયા તમને ઓછા સમયમાં વધારે રિટર્ન થકી જલ્દી માલામાલ થવાની સંભાવના રહે છે. ફાઈનેંશિયલ પ્લાનિંગ કરી પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું હંમેશાથી ફાયદાકારક હોય છે.
પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે અને બેન્કની અપક્ષા વધારે વ્યાજ અને રિટર્ન પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં કેટલાક રોકાણ એવા પણ હોય છે, જેના કારણે તમને ટેક્સમાં પણ છૂટ મળે છે. એટલે તમારા માટે ડબલ ફાયદો છે. અહીંયા અમે જણાવી રહ્યા છીએ કેટલીક સ્કીમ્સ વિશે, જે તમારા માટે ફાયદાકારક હશે.
રેકરિંગ ડિપોઝિટ (RD)
નોની મોટી બચતને રોકાણ કરવા માટે રેકરિંગ ડિપોઝિટ (RD)એક પ્રખ્યાત વિકલ્પ છે. આ ખાતામાં મંથલી બેસિસ પર પણ એટલે દર મહીને પૈસા જમા કરી શકો છો. જરૂરી નથી કે, અહીંયા મોટી રકમ જ રોકાણ કરવામાં આવે. તેના પર 5.80 ટકા કંપાઉંડિંગ ત્રિમાસિક વ્યાજ મળે છે.
કિસાન વિકાસ પત્ર
તમારી રોકાણ કરવામાં આવેલી રકમને બેગણી કરવા માટે કિસાન વિકાસ પત્ર શાનદાર સ્કીમ છે. તેમાં માત્ર 100 મહીનામાં તમારુ રોકાણ બે ગણુ થઈ જશે. આ યોજનામાં 6.9 ટકા કંપાઉડિંગ વર્ષનું વ્યાજ મળે છે. એટલે જો તમે તેમા પૈસા જોડી 2 લાખ પણ રોકાણ કરી દીધા છે તો તમારા હાથમાં 4 લાખ રૂપિયા હશે. તેમાં તમારી ડિપોઝિટને કોઈ નજીકના વ્યક્તિને ટ્રાંસફર કરવાની પણ સુવિધા હોય છે.
ટાઈમ ડિપોઝિટ (TD)
પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ ખાતુ તમે માત્ર 1 હજાર રૂપિયા આપીને ખોલાવી શકો છો. જોકે, તેમાં મહત્તમ રોકાણની કોઈ સમયમર્યાદા નથી. આ યોજનામાં તમે રોકાણ કરવામાં આવેલી રકમ પર 6.7 ટકા કંપાઉંડિંગ ત્રિમાસિક વ્યાજ મળે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
NSC માં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. તેમાં તમે 100 રૂપિયાથી પણ રોકાણ કરી શકોછો. તેમાં તમારે દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. આ સ્કીમ હેઠળ તમારે 6.8 ટકા કંપાઉંડિંગ છમાસિક વ્યાજ મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
દીકરીઓના લગ્ન અને અભ્યાસમાં મદદ માટે સરકારા દ્વારા શરૂ કરવામા આવેલી નાની બચત યોજના ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ નો ફાયદો ઘણા લોકો ઉઠાવી રહ્યા છે. આ પોસ્ટ ઓફિસની સૌથી વધારે રિટર્ન આપનારી યોજના છે. તેમા 7.6 ટકાના દરથી વ્યાજ મળે છે. તો આઈટી કાયદાના સેક્શન 80C હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર ટેક્સ છૂટ પણ મળે છે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર