GSTV

સાવધાનઃ પેટ્રોલ પંપ ઉપર આ 5 ભૂલ નોતરી શકે છે મોટી દુર્ઘટનાને, અપનાવો આ સાવચેતીઓ

સોશયલ મિડીયા ઉપર આ દિવસોમાં એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો રાજસ્થાનના ઝુંઝુનનો છે. જ્યાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ દિવસના 9.36 વાગ્યે પોતાની બજાજ પ્લેટીના મોટસાઈકલમાં પેટ્રોલ ભરાવી રહ્યો હતો. કોવિડ-19ના કારણે વ્યક્તિએ પોતાનો ચહેરો ઢાંકીને રાખ્યો છે. બાઈક ઉપર પાછળ એક વૃદ્ધ વ્યક્તિ બેસેલા જોઈ શકાય છે. વિડીયોમાં તે નથી જોવા મળતું કે તેણે પેટ્રોલ ભરાવતા સમયે ખીસ્સામાંથી શું કાઢ્યું. જેવો હાથ બહાર નીકળ્યો કે અચાનક આગ લાગી જાય છે. જો કે આ વિડીયોમાં આ નથી દેખાતું કે તેને આખરે ખીસ્સામાંથી શું કાઢ્યું. તે સિવાય તે કહેવું પણ મુશ્કેલ છે કે, આગ કેવી રીતે લાગી. તેવામાં તમે પણ આવી દુર્ઘટનાના શિકાર ન થઈ જાઓ માટે અમે તમને પાંચ સાવધાનીઓ બતાવવા જઈ રહ્યાં છીએ.

સાવધાની 1

પેટ્રોલ પંપ ઉપર જ્યારે તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરવામાં આવી રહ્યું હોય તો તમારી કાર કે મોટરસાઈકલને આગળ પાછળ કરવાથી બચો. તે સિવાય જો તમે કારમાં છો તો આ દરમયાન ગાડીના દરવાજાઓ ખોલવા કે બંધ કરવાથી બચો. જો કે, સ્લાઈડિંગના કારણે સ્ટેટિક એનર્જી પેદા થાય છે. તેનાથી હલ્કી ચીંગારી પેદા થવાની ભીતિ સેવાઈ રહી છે અને આપણે બધુ જાણીએ છીએ કે, પેટ્રોલ કેટલી ઝડપથી આગ પકડી શકે છે.

સિંથેટીક કપડાથી લાગી શકે છે આગ

સિંથેટીક કપડાના કારણે પણ સ્ટેટિક એનર્જી પેદા થઈ શકે છે. તેનાથી અત્યાધિક જ્વલનશીલ વાતાવરણમાં આગ લાગવાનું જોખમ વધે છે. માટે હંમેશા સલાહ આપવામાં આવે છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતા સમયે સિંથેટીક કપડાને દુર રાખો.

પેટ્રોલ ભરાવતા વખતે એન્જીનને બંધ રાખો

કાર કે મોટરસાઈકલમાં પેટ્રોલ ભરાવતી વખતે વાહનનું એન્જીન બંધ રાખો, પેટ્રોલ પંપ ઉપર થનારી દુર્ઘટનાનું મોટું કારણ આ પણ છે.

ન કરો ધુમ્રપાન

પેટ્રોલ પંપ ઉપર ધુમ્રપાન કરવાનો સીધો મતલબ દુર્ઘટનાને બોલાવવાનું છે. દુનિયાના કેટલાક દેશોમાં તો ફ્યુઅલ સ્ટેશનમાં ધુમ્રપાન કરવું એ દંડનીય અપરાધ છે.

મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો

મોબાઈલ ફોન એક લો પાવર રેડિયો ફ્રિકવંસી ટ્રાંસમીટર છે. જેની રેંજ 450થી 2700 મેગાહર્ટ્ઝની વચ્ચે હોય છે. એમાં 0.1 અને 2 વોટની વચ્ચે પીક પાવર હોય છે. તેવામાં પેટ્રોલ પંપ ઉપર મોબાઈલનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, તેની સંભાવના બહુ જ ઓછી છે. તો ડીઝીટલ પેમેન્ટના કારણે લોકોને મોબાઈલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

Related posts

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel

તમારી શાકભાજી કાપવાની રીત ખોટી હોઈ શકે છે? જાણો પૌષ્ટિકતા જાળવી રાખીને કાપવાની યોગ્ય રીત

Karan

વડોદરા/ કોરોનાની ગ્રાન્ટ ન ફાળવવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!