GSTV

સાવધાન! વાહન ચલાવતા સમયે ક્યારેય ન કરો આ 5 ભૂલ, કપાઈ જશે ભારે ભરખમ ચલણ

ઘણી વખત લોકો બાઈક કે કાર ચલાવતા સમયે બધા જ નિયમોનુ પાલન કરતા નથી, જેના કારણે ચલણ કપાઈ જાય છે, તો અમે આજે તમને તમારી તે પાંચ ભૂલો વિશે જણાવીશુ, જેના કારણે તમારુ ડ્રાઈવિંગ લાઈસેન્સ જપ્ત થઈ શકે છે. ખરેખર તો, વ્હીકલ એક્ટ દેશભરમાં અમલી બન્યુ છે, ત્યારથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘણ કરવા પર લોકોને 10 ટકા સુધીનું ટ્રાફિક ચલણ ભરવુ પડે છે. તેવામાં આજે અમે તમને જણાવીશુ કે, ક્યાં પ્રકારની સાવધાની રાખવાથી તમે ચલણ કાપવાથી બચી શકો છો.

નેવિગેશન સિવાય સ્માર્ટફોનનો વપરાશ કરવો

જે તમે ગાડી ચલાવતા સમયે નેવિગેશન સિવાય પોતાના સ્માર્ટફોનનો વપરાશ કોઈપણ બીજી વસ્તુ માટે કરી રહ્યો છો તો, તમારુ ચલણ કપાઈ શકે છે. સાથે જ ઘણી વખત તો તમારુ લાઈસન્સ પણ જપ્ત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આપણે સૌ જાણીએ છીએ કેસ મેપનો વપરાશ કરવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત પડે છે, પરંતુ જો તમે આ સ્માર્ટફનનો વપરાશ નેવિગેશન સિવાય બીજા કોઈપણ પ્રકારના કામ માટે કરી રહ્યા છો તો, આ ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે.

બ્લૂટૂથ પર કોલ કરવો

ગાડી ચલાવતા સમયે બ્લૂટૂથ કોલિંગ પણ ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, વધુ પડતી લગભગ કારમાં બ્લૂટૂથ કોલિંગની સુવિધા મળે છે. જેથી ઘણા લોકોને લાગે છે કે, બ્લૂટૂથ પર કોલ કરવો ટ્રાફિક નિયમોની વિરુદ્ધ નથી. જેથી લોકો ઘણી વખત આ ભૂલ કરી દેતા હોય છે અને બાદમાં ટ્રાફિક પોલીસ તેમનુ ચલણ કાપી નાખે છે.

ઝીબ્રા ક્રોસિંગને પાર કરવું

પગથી ચાલીને જતા લોકો માટે ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવી છે. જેથી તેઓ સરળતાથી રસ્તાને પાર કરી શકે. તેવામાં ટ્રાફિક લાઈટ પર રોકાતી ગાડીઓ ઘણ વખત Zebra Crossingsને ઓળંગીને રોકાઈ છે, જ્યારે કે, નિયમ પ્રમાણે આ ગાડીને ઝીબ્રા ક્રોસિંગ પગેલા રોકાવાનું હોય છે, પરંતુ ઘણા વાહનચાલકો આ નિયમનુ પાલન કરતા નથી. જેથી બાદમાં પોલીસ તેમું ચલણ કાપી નાખે છે અને અજાણતા તેમને દંડ ભરવો પડે છે. સાથે જ ઘણી વખત ટ્રાફિક પોલીસ ડ્રાઈવિંગ લાઈસન્સને પણ જપ્ત કરી લેતા હોય છે.

સ્પીડ લિમિટને ઓળંગવી

દરેક સડક અને જગ્યા પર પોતાની એક સ્પીડ લિમિટ નક્કી કરેલી હોય છે. જેવી રીતે ઘણા હાઈવે પર તમે 100 થી 120 કિલોમીટરની રફ્તારથી જ ગાડી ચલાવી શકો છો, પરંતુ ઘણી જગ્યાઓ પર 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટ હોય છે. આ પરિસ્થિતિમાં જે રસ્તાઓ અથવા જગ્યાઓ પર તમે ગાડી ચલાવી રહ્યા છો, ત્યાની સ્પીડ લિમિટનું ધ્યાન રાખજો. કારણે કે, સ્પીડ લીમિટને પાર કરવાથી તમારે ભારે ભરખમ દંડ ભરવો પડી શકે છે. તે સિવાય તમારૂ લાઈસન્સ પણ જપ્ત થઈ શકે છે.

ઉંચા અવાજે ગીત વગાડવુ

શુ તમને ખબર છે કે, જો ટ્રાફિક પોલીસને શક જાય કે, તમારી ગાડીની અંદર નક્કી કરેલી સીમા કરતા ઉંચા અવાજે ગીત વાગી રહ્યુ છે તો, પણ તમારુ ચલણ કપાઈ શકે છે. સાથે જ ટ્રાફિક પોલીસ તમારુ લાઈસન્સ પણ જપ્ત કરી શકે છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!