GSTV

ખાસ વાંચો/ નોકરિયાતો માટે મોટા સમાચાર, EPF નિયમોમાં થયા આ 5 મોટા ફેરફાર, જાણી લો ફાયદામાં રહેશો

EPF

Last Updated on June 18, 2021 by Bansari

કોરોના મહામારીમાં નોકરી કરતા લોકો માટે EPFOએ ઘણા મોટા પગલા લીધા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ તાજેતરના દિવસોમાં EPF ની તેની પ્રોવિડન્ટ ફંડ (પીએફ) થાપણોમાંથી ઉપાડ સહિતની ઘણી ઘોષણાઓ કરી છે. તાજેતરમાં, EPFOએ નોકરિયાતોને બીજી વાર EPF  ખાતામાંથી કોવિડ -19 એડવાન્સ ઉપાડવાની સુવિધા આપી છે. આ નૉન-રિફંડેબલ એડવાન્સ  છે. જો કોઈ EPF  એકાઉન્ટ ધારક કોઈપણ પ્રકારની આર્થિક સંકટનો સામનો કરે છે, તો પીએફ માંથી પૈસા ઉપાડીને ભંડોળ ઉભું કરી શકે છે.

જણાવી દઈએ કે EPFO દ્વારા ઇન્ડિવિઝુઅલ મેંબરને નોકરી છોડ્યા પછી પણ કોવિડ એડવાન્સ સર્વિસનો લાભ લેવાની મંજૂરી આપવામાં આવી છે. EPFOના જણાવ્યા અનુસાર, જો કોઈ તેની નોકરી ગુમાવી ચૂક્યું છે અને હજી સુધી તે કોઈ અન્ય કંપનીમાં જોડાયુ નથી, તો પીએફ ફંડનો કેટલોક ભાગ હજી પણ કોવિડ એડવાન્સ સુવિધા તરીકે ઉપાડી શકાય છે.

આ 5 મોટા ફેરફારો થયા

>> બીજો કોવિડ એડવાન્સ

EPFOએ જાહેરાત કરી છે કે EPF  ખાતા ધારક કે જેણે પ્રથમ લહેરમાં કોવિડ એડવાન્સ મેળવ્યો છે તે હવે તેના પીએફ ખાતામાંથી બીજા કોવિડ એડવાન્સ માટે પાત્ર છે. EPF ના સબ્સ્ક્રાઇબર્સ, ત્રણ મહિના સુધી મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું અથવા EPF  ખાતામાં જમા રકમના 75 ટકા સુધી, જે પણ ઓછુ હશે તે ઉપાડી શકે છે.

>> નોન રિફંડેબલ એડવાન્સ

એક EPFO સભ્ય, જે એક મહિના કે તેથી વધુ મહિનાથી બેરોજગાર છે, તેના પીએફ બેલેન્સમાં 75 ટકા રકમ ઉપાડી શકે છે. EPFO સભ્યોને EPFO પેન્શન નિયમો હેઠળ પેન્શન લાભો ચાલુ રાખવા માટે સક્ષમ બનાવવા માટે આ સુવિધા EPF  એકાઉન્ટ ધારકને પીએફ એકાઉન્ટ બંધ કર્યા વિના આપવામાં આવી છે.

>> EDLI યોજના હેઠળ 7 લાખનો વીમો

EPFO એ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા લાભ રૂ. 6 લાખથી વધારીને 7 લાખ કરી દીધો છે. હવે, જો કોઈ EPF  ખાતાધારક સેવા દરમ્યાન મૃત્યુ પામે છે, તો તેના નોમિની અથવા કાનૂની વારસદારને 7 લાખ મળશે.

>> EPF  આધાર સીડિંગ

EPFOએ EPF  અને પીએફ ખાતા ધારકોને તેમના સંબંધિત EPF  ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આધાર-EPF  ખાતાને લિંક ન કરવાના કિસ્સામાં, એમ્પ્લોયર આવા EPF  ખાતામાં ફાળો આપી શકશે નહીં કારણ કે EPFO નિયોક્તાને આવા EPF  એકાઉન્ટ્સ માટે ઇસીઆર (ઇલેક્ટ્રોનિક ચલન-કમ-રીટર્ન) ફાઇલ કરવાની મંજૂરી આપશે નહીં. જો કે, આધાર વેરિફિકેશન યુએન સાથે ઇલેક્ટ્રોનિક ચાલાન એટલે કે પીએફ રીટર્ન (ઇસીઆર) ની રસીદ ફાઇલ કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

>> નોકરી ગુમાવ્યા પછી પણ કોવિડ એડવાન્સ

EPFOના ગ્રાહક હવે નોકરી ગુમાવ્યા પછી પણ કોવિડ એડવાન્સને તેના EPF  ખાતામાંથી લઈ શકે છે. શરત એ છે કે સંપૂર્ણ અને અંતિમ પીએફ ઉપાડ પર ક્લેમ કરવામાં આવ્યો નથી.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!