GSTV
Gujarat Government Advertisement

પતિએ સાથ છોડ્યો તો ફરી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર ન થઇ, હજુ સુધી સિંગલ છે આ 5 ચર્ચિત મહિલા નેતા

લગ્ન

Last Updated on June 1, 2021 by Bansari

તમામ ભારતીય રાજનેતા એવા છે જેમણે એકથી વધુ લગ્ન કર્યા. કેટલાકે પહેલી પત્નીના નિધન બાદ ફરી લગ્ન કર્યા તો કેટલાંકે છૂટાછેડા લીધા બાદ ફરી ઘોડી ચડવાનો નિર્ણય લીધો. જો મહિલા નેતાઓની વાત કરીએ તો એવા કેટલાંક નામ છે જેમણે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ફરી લગ્ન ન કર્યા. ચાલો તમને જણાવીએ કે કઇ કઇ મહિલા નેતાઓના નામ આ લિસ્ટમાં સામેલ છે.

જયા જેટલી

પતિ

સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીએ 1965માં અશોક જેટલી સાથે લગ્ન કર્યા હતા. બંનેના બે સંતાન છે- અક્ષય અને અદિતી. લગ્ન અને સંતાન થયાના થોડા વર્ષો બાદ જયા અને તેમના પતિના છૂટાછેડા થઇ ગયા. છૂટાછેડા લીધા બાદ જયા જેટલીએ ફરી ક્યારેય લગ્ન ન કર્યા.

જયા પ્રદા

લગ્ન

જયા પ્રદાએ પરણિત શ્રીકાંત નાહટા સાથે સાત ફેરા ફર્યા હતા. જો કે શ્રીકાંતે પોતાની પત્નીને તલાક આપ્યા વિના જ જયા પ્રદા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધાં. શ્રીકાંતથી અલગ થયા બાદ જયા પ્રદા આજ સુધી સિંગલ જ છે.

રૂપા ગાંગુલી

ભારતીય જનતા પાર્ટીની રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલીએ 1992માં ધ્રુવો મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંને 14 વર્ષ સુધી સાથે રહ્યાં પછી 2006માં છૂટાછેડા લઇને અલગ થઇ ગયા. આ લગ્નથી રૂપા ગાંગુલીને એક દિકરો છે. ધ્રુવો ગાંગુલી સાથે છૂટાછેડા લીધા બાદ રૂપા ગાંગુલી આજ સુધી સિંગલ છે.

અલકા લાંબા

આમ આદમી પાર્ટીની ધારાસભ્ય રહી ચુકેલી કોંગ્રેસ નેતા અલકા લાંબાએ લોકેશ કપૂર સાથે ઇંટરકાસ્ટ લવ મેરેજ કર્યા હતાં. બંનેનો એક દિકરો છે. બાળક થયાના થોડા સમય બાદ અલકા લાંબાના પતિ સાથે છૂટાછેડા થઇ ગયા. છૂટાછેડા લીધા બાદ અલકાએ ફરી લગ્ન ન કર્યા.

સ્વાતિ માલીવાલ

દિલ્હી મહિલા આયોગની ચેરમેન સ્વાતિ માલીવાલે વર્ષ 2020માં પતિ નવીન જયહિંદ સાથે તલાક લઇ લીધાં હતા. તલાક બાદ સ્વાતીએ સિંગલ જ રહેવાનો નિર્ણય લીધો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ: સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાંથી 370 પર ફેર વિચારણા કરવાનો દાવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!