GSTV
Photos Trending

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવી છે આ 5 ડ્રીંક્સ, કંટ્રોલમાં રહેશે મધુપ્રમેહ

ડાયાબિટીસની બીમારી લોકોમાં ઝડપથી વધી રહી છે. આ બીમારીમાં દર્દીને બ્લડ સુગર વધવા લાગે છે જેથી વધુ પડતી તરસ,પેશાબ, થાક, વજન ઘટવું અને ઝાંખું દેખાવા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. જો લાંબા સમય સુધી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ન આવે તો શરીરના ઘણા અંગોને નુકસાન થવાનું જોખમ રહે છે. ઉનાળાની ઋતુમાં બ્લડ સુગરને નિયંત્રિત રાખવા માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ લેવલ ઓછું હોય કારણ કે આ લિસ્ટમાં આવતી વસ્તુઓ બ્લડ સુગરને વધારતી નથી. આ ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય પ્રવાહીનું સેવન કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીએ ખાંડયુક્ત અથવા કેલરીયુક્ત ડ્રીંક્સ પીવાનું ટાળવું જોઈએ. જો કે ઉનાળામાં ખાંડયુક્ત ડ્રીંક્સ વધુ પ્રમાણમાં પીવામાં આવે છે. જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. ઉનાળામાં બ્લડ સુગરને કંટ્રોલ રાખવા માટે પોષણયુક્ત અને સુગરલેશ ડ્રીંક્સ પીવુ જોઈએ.

ડાયાબિટીસ

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો

બ્લડ સુગર કંટ્રોલ ન થવાને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે.  પુષ્કળ પાણી પીવાથી પેશાબ દ્વારા વધારાનું ગ્લુકોઝ નીકળી જાય છે અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.  ઉનાળામાં ગરમીથી બચવા અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ.

લીંબુ પાણી

ઉનાળામાં લોકો ઘણીવાર લીંબુ પાણીમાં ખાંડ ઉમેરીને પીવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ આવી ભૂલ કરવી જોઈએ નહીં. તેઓ ખાંડને બદલે લીંબુ પાણીમાં થોડું કાળું મીઠું ઉમેરી તેનું સેવન કરી શકે છે.

ફ્રુટ જ્યુસ કરતા વેજીટેબલ જ્યુસ છે ઘણું સાર

ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ ફ્રુટ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. ફળોમાં કુદરતી ખાંડ હોય છે જે બ્લડ સુગર વધારી શકે છે. તેઓ માટે ફ્રુટ જ્યુસ કરતા વેજીટેબલ જ્યુસ પીવું વધુ સારું છે. વેજીટેબલ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખી શકાય છે.

નારિયેળ પાણી

નારિયેળ પાણી દુનિયાના સૌથી હેલ્થી ડ્રીંક્સમાંથી એક છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. તેમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ખૂબ ઓછી કુદરતી ખાંડ હોય છે. તેમાં રહેલા પોષક તત્વો બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

છાશ

આ દેશી સુપર ડ્રીંકમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે. છાસને ધરતીનું અમૃત કહેવામાં આવ્યુ છે. છાશ એક ખુબ જ સરસ પ્રોબાયોટિક છે. છાશ પીવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ ડ્રીંક છે કારણ કે તેમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ, ઓછી ચરબી અને ઓછી કેલરી હોય છે.

READ ALSO

Related posts

Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ

Kaushal Pancholi

મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા

Hina Vaja

ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો

Siddhi Sheth
GSTV