GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

42 ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દીને આપવી પડશે સારવાર, ના પાડે તો આ અધિકારીને સીધો કરો ફોન

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસેથી ચલાવાતી લૂંટ બાદ હાઈકોર્ટના હુકમ અનુસાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેડ ૪૨ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટેની મ્યુનિ. કોર્પોરશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને દર્દીને દાખલ કરવાની સત્તા આપી છે. આ બાબતે કોઈ પણ અમદાવાદીને ટેસ્ટ કરાવવામાં કે દાખલ થવામાં કોઈ સમસ્યા આવે તો સીધો મેડિકલ ઓફિસરને ફોન કરી શકે છે. આ બાબતે કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક યાદી જાહેર કરી છે. જેમાં તમામ મેડિકલ ઓફિસરોના નામ અને મોબાઈલ નંબર જાહેર કર્યા છે. આ યાદી મુજબ નીચે વિગતો અહીં સામેલ છે.

મેડીકલ ઓફીસરને સંપૂર્ણ સત્તા છે

ગ્યાસુદિન શેખની યાદી મુજબ દાખલ થવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરનો સંપર્ક કરી સહાયતા મેળવી શકો છો. દર્દીને દાખલ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસરને સંપૂર્ણ સત્તા છે. દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જેવા કે શરદી, તાવ, ખાંસી, ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કોરોના ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી અને આવશ્યક હોઈ દર્દીએ એક પણ ક્ષણનો વ્યય કર્યા વિના સૌ પ્રથમ પોતાના મ્યુનિ . કોર્પોરેશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસરનો સંપર્ક કરવો જોઈએ.

ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી આપશે

દર્દીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવશે તો મેડીકલ ઓફીસર દર્દીને જે તે વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં પત્ર લખી દર્દીને દાખલ થવા વ્યવસ્થા કરી આપશે. દર્દીને કોરોનાના લક્ષણ જણાતા ઈમરજન્સી સારવારની જરૂર જણાશે. મેડીકલ ઓફીસર દર્દીના જીવની રક્ષા માટે કોરોના ટેસ્ટ કર્યા વિના પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી આપશે.

તમામ ખર્ચ દર્દીએ જાતે ભોગવવાનો રહે છે

અર્બન હેલ્થ ઓફિસર દ્વારા દર્દીનો કરાવેલો ટેસ્ટ પોઝિટીવ આવશે તો તેના તમામ ખર્ચનું ચૂકવણું મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે . દર્દીની ગંભીર સ્થિતિ હોય તો અર્બન હેલ્થ ઓફિસર ટેસ્ટ કરાવ્યા વિના દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી શકે છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીનો કોરોના રીપોર્ટ કઢાવવામાં આવશે અને તે રીપોર્ટ નેગેટીવ આવશે તો તેનો તમામ ખર્ચ દર્દીએ જાતે ભોગવવાનો રહે છે. રાજ્ય સરકારે નક્કી કરેલા દરો કરતાં વધુ આપવાનું રહેશે નહીં. કોંગ્રેસના ધારાસભ્યે એક યાદી જાહેર કરી લોકોને માહિતગાર કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!