GSTV

આપત્તિ બની અવસર: કોરોના કાળ બાદ આ 4 સેક્ટરમાં જોવા મળશે મોટા પ્રમાણમાં ગ્રોથ

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં માત્ર લોકોં સ્વાસ્થ્યને નુકશાન થયું છે એટલું જ નથી, તેને કારણે દેશના અર્થતંત્રને પણ મોટું નુકશાન વેઠવું પડ્યું છે. મહામારીના સમયમાં, ઉદ્યોગ ધંધાઓ પર વ્યાપક અસર જોવા મળી, લીકવીડિટી મજબૂત રહી જેથી અને તેથી કામગીરીનું પ્રમાણ પણ તેવું જ રહ્યું.

કોરોના કાળને લીધે નવા વ્યૂહાત્મક ગઠબંધન અથવા ધંધા રોજગારમાં ભાગીદારીમાં ઘટાડો થયો. કોવિડ-19ના લીધે ભારતીય ઈકોનોમી પર પણ મોટી અસર થઇ.

સરકાર વધુ માંગ ધરાવતી આવશ્યક વસ્તુઓ જેવી કે હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓની માંગને પહોંચી વળવા તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી થઇ છે જેને કારણે અનાવશ્યક કહી શકાય તેવી વસ્તુઓમાં ઘટાડો થતો જોવા મળ્યો. સૌથી અગત્યનું, વાયરસનું સંક્રમણ ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને લીધે ઘણા સેક્ટર્સને તાળા વાગી ગયા.

જોકે, ઘટી ગયેલી ઇકોનોમીમાં ધીમી રિકવરી આવશે, પરંતુ હવે મોટા ભાગના સેક્ટર્સએ આ બાબતને સામાન્ય તરીકે સ્વીકારી લીધી છે. એક તરફ, જ્યાં સરકાર દ્વારા લોકડાઉન અપાતા અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો હતો તો બીજી તરફ ઘણા સેક્ટર્સ એવા હતા જેમણે આ આપત્તિને એક તક તરીકે સ્વીકારી અને કોરોના કાળ બાદ સર્વોત્તમ ગ્રોથ કરવા માટે તૈયાર થઇ ગઈ છે.

ડિજિટલ અને ઇન્ટરનેટ ઈકોનોમી: મહામારીના સમયમાં, લોકોએ પોતાના કામને પહોંચી વળવા માટે ડિજિટલ માધ્યમોનો સૌથી વધુ ઉપયોગ કર્યો. સાથે જ શિક્ષણ અને મનોરંજન માટે પણ ડિજિટલ ટેક્નોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો. વ્યવસાયિક મુલાકાતો માટે ઓનલાઇન પ્લેટફોર્મની લોકપ્રિયતા મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો. શાળા કોલેજ દ્વારા પણ ઓનલાઇન ક્લાસ અને એસાઇન્મેન્ટ શરૂ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે જ્યાં એક તરફ રમતગમત, સિનેમા, મ્યુઝિક ફેસ્ટિવલ્સ પર રોક લાગી જેને લીધે લોકો ડિજિટલ કન્ટેન્ટ માટે ઓનલાઇન પ્લેટફોર્મ તરફ વળ્યાં. જેને કારણે ઘણી ફિલ્મને થિયેટર રિલીઝ કરતા ડીજીટલી રિલીઝ કરવામાં આવી અને સફળતા મળી.

આ ઉપરાંત, FMCG & Retail સેક્ટર, કેમિકલ સેક્ટર, હેલ્થકૅસ સેક્ટર, વગેરે સેક્ટર્સમાં કોરોના કાળ બાદ મોટા પ્રમાણમાં ગ્રોથ જોવા મળ્યો છે.,

MUST READ:

Related posts

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, કેકેઆરને 49 રને હરાવ્યું

Pravin Makwana

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!