GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ 1 નવેમ્બરથી બદલાઇ જશે LPG ગેસ સિલિન્ડરના આ 4 નિયમ, જાણી લો નહીંતર દોડતા થઇ જશો

lpg

Last Updated on October 28, 2020 by Bansari

આગામી 1 નવેમ્બર 2020થી અનેક પ્રકારના બદલાવ થવા જઇ રહ્યાં છે, જેની અસર સીદી સામાન્ય જનતા પર પડશે. તેમાં LPG ગેસ સિલિન્ડરની ડિલીવરી સિસ્ટમથી લઇ ગેસ સિલિન્ડરના ભાવ સામેલ છે. જણાવી દઇએ કે આ તમામ બદલાવોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 તારીખથી LPG ગેસ સિલિન્ડરની ડિલીવરીને લઇને નવી સિસ્ટમ જારી થસે. જે બાદ તમે OTP વિના સિલિન્ડર નહી લઇ શકો. આ સાથે જ ઇન્ડેન ગેસે પણ સિલિન્ડર બુકિંગનો નંબર બદલી નાંખ્યો છે. તો પહેલી તારીખથી થનારા આ બદલાવો વિશે જાણી લો જેથી તમારે કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ચાલો તમને જણાવીએ કે 1 નવેમ્બરથી કયા નિયમો બદલાશે –

lpg

1. ગેસ સિલિન્ડર બુક કરવા માટે OTP આપવો પડશે

LPG સિલિન્ડર હોમ ડિલિવરીની સંપૂર્ણ પ્રક્રિયા 1 નવેમ્બરથી બદલાવા જઈ રહી છે. હવેથી, ગેસ બુકિંગ પછી ગ્રાહકોના મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. જ્યારે LPG સિલિન્ડર ડિલિવરી માટે આવે છે ત્યારે તમારે આ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડ સિસ્ટમમાં મેચ થઈ ગયો, ગ્રાહકને તે પછી જ LPG સિલિન્ડરની ડિલિવરી મળશે.

LPG

2. 1 નવેમ્બર પહેલાં તમારા મોબાઇલ નંબરને અપડેટ કરો

તમને જણાવી દઈએ કે નવી LPG સિલિન્ડર ડિલિવરી પોલિસીમાં, એવા ગ્રાહકોની મુશ્કેલીઓ વધશે જેમના સરનામાં અને મોબાઇલ નંબર ખોટા છે. આ કારણે તેમના LPG સિલિન્ડરની ડિલિવરી રોકી શકાય છે. ઓઇલ કંપનીઓ દ્વારા તમામ ગ્રાહકોને પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી તેઓને સિલિન્ડરની ડિલીવરી લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જો કે, આ નિયમ કમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરો પર લાગુ થશે નહીં.

lpg

3. ઈન્ડેન ગેસ બુકિંગનો નંબર બદલાશે

જો તમે ઇન્ડેન ગ્રાહક છો, તો હવેથી, તમે જૂના નંબર પર ગેસ બુક કરી શકશો નહીં. ઈન્ડેને તેના LPG ગ્રાહકોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુક કરવા માટે એક નવો નંબર મોકલ્યો છે. આ દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકો છો. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે અગાઉ LPG બુક કરવા માટે દેશના વિવિધ વર્તુળો માટે જુદા જુદા મોબાઇલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ વર્તુળો માટે એક જ નંબર જારી કર્યો છે, આનો અર્થ એ થયો કે હવે ઇન્ડેન ગેસના ગ્રાહકોએ દેશભરમાં LPG સિલિન્ડર બુક કરવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવા પડશે.

LPG

4. LPG ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે

રાજ્યની ઓઇલ કંપનીઓ દર મહિને પ્રથમ તારીખે LPG સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. કિંમતોમાં પણ વધારો થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં 1 નવેમ્બરના રોજ સિલિન્ડરના ભાવ બદલાશે. ઓક્ટોબરમાં ઓઇલ કંપનીઓએ વ્યાપારી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!