GSTV
Gujarat Government Advertisement

RBIના આ એક નિર્ણયથી આ 4 નેશનલ બૅંકોના કરોડો લોનધારકો ભરાયા

Last Updated on October 5, 2018 by Karan

રેપોરેટમાં વધારો થવાના ડરમાં દેશની પાંચ બેન્કોએ વ્યાજદરમાં 0.05થી 0.10 ટકા સુધીનો કરી દીધો વધારો, હોમ લોન અને ઓટોલોનના હપતામાં થયો વધારો, શું હવે બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરશે એ એક મોટો સવાલ

મોંઘવારીમાં પિસાતી જનતાને આરબીઆઈએ થોડી રાહત આપી છે. ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈએ રેપોરેટમાં કોઈજ બદલાવ નહી કરતા 6.5 ટકાના દરે યથાવત રાખ્યો છે. પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઘટાડો થતાં RBIના ગવર્નર ઉર્જિત પટેલના વડપણ હેઠળની MPCએ કહ્યું હતું કે તાજેતરમાં સરકારે પેટ્રોલ-ડીઝલની પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હોવાથી ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળશે. અારબીઅાઈ રેપોરેટમાં વધારો કરશે તેવી સંભાવનામાં દેશની મુખ્ય પાંચ બેન્કોઅે 0.05 ટકાથી 0.10 ટકાનો અેમસીઅેલઅારમાં વધારો કરી દીધો છે.  હવે રિઝર્વ બેન્કે રેપોરેટ યથાવત રાખ્યો છે. હવે નાહકના દેશના કરોડો હોમ લોન અને અોટોલોન ધરાવતા ગ્રાહકોને અા મહિનાથી હપતો વધી જશે. અારબીઅાઈઅે તો રાહત અાપી દીધી છે પણ બેન્કોઅે અેડવાન્સમાં લોકો પર ભારણ લાગુ કરી દીધું છે.

અોગસ્ટ પહેલાં રિઝર્વ બેન્કે રેપોરેટમાં વધારો કર્યો હતો

અોગસ્ટ પહેલાંની બેઠકમાં રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. જેને પગલે રેપોરેટ વધીને 6.50 ટકા થઈ ગયો હતો. ક્રૂડના ભાવમાં વધારો અને રૂપિયો ડોલર સામે નબળો પડતાં રેપોરેટ વધે તેવી પૂરી સંભાવના વચ્ચે અારબીઅાઈઅે રેપોરેટ યથાવત રાખ્યાં છે. મોદી સરકાર પણ નથી ઇચ્છતી કે લોકસભાની ચૂંટમી પહેલાં સામાન્ય જનતા મોંઘવારીમાં પિસાઈ જાય. એમપીસી કમિટીના 6માંથી 5 સભ્યોઅે વ્યાજદરો યથાવત રાખવાની તરફેણમાં મતદાન કર્યુ હતુ. આ ઉપરાંત આરબીઆઈએ મધ્યમગાળા માટે મોંઘવારી દર 4 ટકા રહેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમજ નાણાંકિય વર્ષ 2018-19 માટે જીડીપી ગ્રોથનો લક્ષ્યાંક 7.4 ટકા રાખ્યો છે.

(MPC)ના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદર યથાવત જાળવી રાખવાની હિમાયત કરી

ભારતીય રિઝર્વ બેન્કે (RBI)શુક્રવારે તેની સમીક્ષા બેઠકમાં અપેક્ષાથી વિપરિત ધિરાણ દર યથાવત જાળવી આશ્ચર્યનો  આંચકો આપ્યો હતો. મધ્યસ્થ બેન્ક વ્યાજદરની હાલની સાઈકલમાં સતત ત્રીજી વાર વધારો કરશે તેવી ધારણા હતી. આ સાથે રેપો રેટ 6.50 ટકા, રિવર્સ રેપો રેટ 6.25 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 4 ટકાના સ્તરે યથાવત જળવાઈ રહ્યા હતા. જોકે, ફુગાવો વધવાની ભીતિએ RBIએ તેનું સ્ટાન્સ “ન્યૂટ્રલ’થી બદલીને ‘કેલીબ્રેટેડ ટાઈટનીંગ’ કર્યું હતું. મોનેટરી પોલિસી કમિટી(MPC)ના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદર યથાવત જાળવી રાખવાની હિમાયત કરી હતી જ્યારે એક માત્ર ચેતન ઘાટેએ વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સના વધારાનો મત વ્યક્ત કર્યો હતો.

શેરબજારમાં અફરા-તફરીનો માહોલ

RBIની 3 દિવસ ચાલેલી બેઠકના સમાપન દરમિયાન MPCના સભ્યોએ લાંબા ગાળા સુધી મુખ્ય ફુગાવાને 4 ટકા સુધી સિમીત રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.  ઓગસ્ટમાં રિટેલ ફુગાવો ઘટીને 3.69 ટકાના 11 મહિનાના નીચા સ્તરે ગયો હતો. આમ છતાં ઇટી પોલમાં 25માંથી 24 નિષ્ણાતોએ વ્યાજદરમાં વધારાની ધારણા દર્શાવી હતી.જોકે, રિઝર્વ બેન્કે ફુગાવામાં વધારાના જોખમની પ્રતિક્રિયા આપવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી.  સરકારના ઊંચા ખર્ચ અને રિઝર્વ બેન્કના ઓપન માર્કેટ ઓપરેશન બાદ હાલમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની તંગી ઘટીને રૂપિયા 40,000થી 50,000 કરોડ થઈ છે.  RBIના વ્યાજદર યથાવત જાળવી રાખવાના નિર્ણય બાદ શેરબજારમાં અફરા-તફરી જોવા મળી હતી અને બપોરે 3 વાગ્યે BSE સેન્સેક્સ 530.58 પોઈન્ટ્સ ઘટી 34,638.58 પોઈન્ટ્સની સપાટીએ જ્યારે નિફ્ટી 206.10 પોઈન્ટ્સના કડાકા સાથે 10,393.15 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

કઈ બેન્કે કેટલો વધાર્યો વ્યાજદર

અેસબીઅાઈઅે રેપોરેટ વધે તે ડરમાં 0.05 ટકા, અાઈસીઅાઈસીઅાઈ બેન્કે 0.1 ટકા અને પીઅેનબીઅે 0.2 ટકા MCLRમાં વધારો કર્યો છે.

બેંકોઅે વ્યાજદર વધારતાં હવે અા છે સ્થિતિ

બેન્ક                જૂનાદર         નવા દર    30 લાખ લોન

અેસબીઅાઈ      8.45                8.50        8.70-8.85

અેચડીઅેફસી     8.75               8.85         8.70-8.85

ICICI                8.50              8.60             8.85

દેશની ત્રણ મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇસીઆઇસીઆઇ, અેક્સિસ અને એચડીએફસીએ પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.  આરબીઆઈની નાણાકીય નીતિની સમીક્ષા પહેલા દેશની આ ત્રણ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકે વ્યાજદરમાં વધારો કરતા લોનના દર મોંઘા થવાની સંભાવના હતી. એસબીઆઈએ લોનના વ્યાજદરમાં 0.05 ટકા, આઈસીઆઈસીઆઈએ 0.10 ટકા, એક્સિસે 0.10 ટકા અને એચડીએફસીએ લોનના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કરી દીધો છે.

વ્યાજદરમાં વધારો થવાના કારણે હોમ અને ઓટો લોનના ગ્રાહકો પર અસર પડી છે. હવે  આરબીઆઈ પોતાની સમિક્ષા બેઠકમાં રેપોરેટના દર યથાવત રાખ્યા છે. જેને પગલે અાજે શેરબજારમાં મોટો કડાકો થયો છે. બેન્કિંગ શેરો પણ ધોવાયા છે. જેઅોના નિર્ણયને અવળી અસર થઇ છે. અેડવાન્સમાં અારબીઅાઈના નિર્ણય પહેલાં ગ્રાહકોના લોનના વ્યાજદર વધારનાર બેન્કો શું હવે જૂના વ્યાજદર યથાવત રાખશે અે મોટો સવાલ છે. બેન્કોના વ્યાજ દરો વધવાના કારણે હોમ, ઑટો અને અન્ય લોન પર ગ્રાહકોની ઇએમઆઇ અા મહિનાથી વધી જશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં આરબીઆઇની મૌદ્રિક નીતિ સમિતી (એમપીસી) બાદ એચડીએફસીએ હોમ લોન પર પોતાના વ્યાજ દરોમાં 20 અંકોનો વધારો કર્યો હતો. ચોથી દ્વિમાસિક મૌદ્રિક નીતિ પર નિર્ણય લેવા માટે મૌદ્રિક નીતિ સમિતી ત્રણ ઓક્ટોબરથી પોતાની ત્રણ દિવસીય બેઠક શરૂ કરશે. તેલની કિંમતોમાં વધારો થવા છતાં મોંઘવારીનો આંક જુલાઇના 4.17 ટકાની સરખામણીમાં ઓગસ્ટમાં 3.69 ટકા રહ્યો.

રૂપિયામાં નબળાઇ બની શકે છે મુખ્ય કારણ

જો આરબીઆઇ રેપો રેટ 0.25 અંક વધારે તો આ સતત ત્રીજી વખતનો વધારો હશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ડોલરની સરખામણીમાં રૂપિયાની નબળાઇ પણ કેન્દ્રીય બેન્ક રેપો રેટ વધારવા માટે પ્રેરિત કરશે. વૈશ્વિક ઘટનાક્રમો પર નજર કરીએ તો રૂપિયા નબળો પડ્યો છે અને તે ડૉલરની સરખામણીએ 74ની આસપાસ પહોંચ્યો છે. છે.

 

 

Gujarat Government Advertisement

Related posts

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!