GSTV

ખૂબ જ સસ્તો અને ઝડપથી મળી રહેતો ખોરાક કરશે કુપોષણને દૂર, અપનાવો આ રીત

Last Updated on July 23, 2019 by

અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટીએ એક સંશોધનમાં જાણ્યું છે કે, કુપોષણ માત્ર ત્રણ પ્રકારનો આહાર લેવાથી ઝડપથી દૂર થાય છે. જે ઘણું સસ્તું પણ છે અને સરળતાથી મળી જાય છે. બાંગ્લાદેશમાં વધુ પ્રમાણમાં કુપોષિત બાળકો પર કરવામાં આવેલા રિસર્ચના પરિણામો જણાવે છે કે, આ ત્રણેયથી બનેલ આહાર આંતરડામાં રહેતા લાભદાયક જીવાણુંઓની સ્થિતિમાં સુધારો લાવે છે અને બાળકનો વિકાસ ઝડપી બને છે.

આ લાભદાયક જીવાણુઓની સંખ્યા વધવાથી બાળકના હાડકા, મગજ અને આખા શરીરના વિકાસમાં મદદ મળે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણેસ કુપોષણની સમસ્યા આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. વિશ્વમાં 15 કરોડથી વધુ બાળકો આનાથી પ્રભાવિત છે. પરિસ્થિતિ એવી છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ કુપોષણથી થાય છે.

કુપોષણ બાળકોને ફક્ત સામાન્ય બાળકોની તુલનાએ નબળા કે નાના રાખે છે એટલું જ નહિં પરંતુ ઘણાં કિસ્સામાં તેમના પેટમાં લાભકર્તા બેક્ટેરિયા વગેરે કાં તો હોતા જ નથી અથવા તો બહુ ઓછા હોય છે. બાંગ્લાદેશના ઢાકાના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ડાયરિયા રિસર્ચ અને વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં પ્રોફેસર જેફરી ગોર્ડન દ્રારા કરવામાં આવેલ આ રિસર્ચ પરથી આ જાણવા મળ્યું છે.

પ્રો. ગોર્ડનનું કહેવું છે કે, કુપોષિચ બાળકોના ધીમા વિકાસને કારણે તેમની પાચન નળીમાં બેક્ટેરિયાની ઉણપ આવી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, ભાત કે મસૂરદાળ આપવાથી કુપોષણમાં રાહત નથી મળતી. એના બદલે સોયા, પીસેલી મગફળી, ચણા અને કેળા આપવાથી ઝડપી વિકાસ થાય છે. આ રિસર્ચ પહેલા ડુક્કરો અને ઉંદરો પર કરવામાં આવેલ, જેના પરથી જાણવા મળેલ કે, આ ખોરાક લેવાથી શરૂરમાં મહત્વપૂર્ણ બેક્ટેરિયાની સંખ્યા વધે છે. ત્યાર બાદ 68 મહિના સુધી 12થી 18 મહિનાના 68 બાંગ્લાદેશી બાળકોને અલગ-અલગ રીતે આહાર અપાયો.

જેના પરથી આ સમગ્ર હકીકત જાણવા મળી. ગોર્ડનના જણાવ્યા પ્રમાણે, સુક્ષ્મ જીવાણુઓ આહાર નથી જોતા પરંતુ તેની અંદર રહેલા પોષક તત્વો મેળવે છે. આ ફોર્મ્યુલા જાનવરો અને માણસો બન્ને માટે સૌથી કારગર નીવડી અને આનાથી કુપોષણથી થતા નુકશાનની ભારપાઈ પણ કરી. જો કે, વધુ એક ટ્રાયલ કરીને તે જાણવામાં આવશે કે આ આહારથી બાળકોના વજન અને દર પર કેવી અસર થાય છે.

સૂક્ષ્મ જીવાણુઓના આ માઈક્રોબાયોમની અસર પેટ સુધી સિમિત નતી. તેનો સંબંધ માણસના સ્વાસ્થ્યથી છે. હવે આગળ એ રીત શોધવામાં આવશે કે કેવી રીતે માઈક્રોબાયોમને ઠીક સ્થિતિમાં રાખી શકાય. હકીકતે, માઈક્રોબાયોમ આપણા શરીરમાં રહેલી 43 ટકા કોશિકાઓ સિવાયના છે જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને આર્કિયાનો સમાવેશ થાય છે. માઈક્રોબાયોમને સેકન્ડ જીનોમ કહેવામાં આવે છે અને તેનો સંબંધ બિમારીઓ, જેવી કે, એલર્જી, સ્થૂળતા, પાર્કિન્સન્સ, ડિપ્રેશન અને ઓટિજ્મથી પણ હોય છે.

Read Also

Related posts

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

Health Tips / તે કઈ કઈ વસ્તુઓ છે, જે તમારે ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ!

Vishvesh Dave

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!