GSTV

હેલ્થ ટિપ્સ: પેટ પર જામેલા ચરબીના થરને થોડા દિવસોમા જ ગાયબ કરી દેશે આ ત્રણ આસન, ટ્રાઈ કરી જુઓ

Last Updated on July 21, 2021 by Pravin Makwana

સ્લિમ ટમીનો શોખ કોને ન હોય. પણ આ ફૈટ સૌથી વધારે હોય છે અને તેને ઓછુ કરવું મુશ્કેલ હોય છે. આપણામાંથી મોટા ભાગના લોકો વધેલા પેટને ઓછુ કરવા માટે ખૂબ મહેનત કરે છે. ડાયટીંગ પણ કરતા હોય છે. પણ તેનાથી શરીરનો વજન તો ઓછો થઈ જાય છે. પણ પેટ પર કોઈ અસર દેખાતી નથી.

વજન ઘટાડવા માટે દરરોજ વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. અહીં અમે આપને બતાવવા જઈ રહ્યા છે, એવા યોગાસન જેને નિયમીત રીતે કરવાથી આપનું વજન અને પેટ તો ઓછુ થઈ જશે, સાથે જ બીજા શારીરિત અને માનસિક મુશ્કેલીઓ પણ કંટ્રોલ થઈ જાય છે. જાણો આ રહ્યા એ યોગાસન

તાડાસન

આ એક એવું યોગાસન છે, જે બાળકોથી લઈને મોટેરા સુધી દરેક કરી શકે છે. જે માંસપેશિયોને મજબૂત બનાવે છે. શરીર અને પેટની ચરબી ઘટાડે છે. આપના પેટની માંસપેશિયોને ફિટ રાખે છે. યોગ્ય શેપમાં લાવે છે. શરીરનું બેલેન્સ યોગ્ય કરે છે. બાળકોની લંબાઈને ખેંચે છે. તેને કરવુ ખૂબ જ સરળ છે. તેના માટ કોઈ સાફ સમતળ જગ્યા પર એકદમ સીધા ઊભા રહી જાવ.બંને એડીઓ એકબીજાને ટચ થાય તેમ. બાદમાં બંને હાથની આંગળીઓ એકબીજામાં ફસાવતા હથેળીઓ એક સાથે ભેગી કરો. હવે એડીને ઉઠાવો અને પગની આંગળીઓના બળે ઊભા થાવ. આ તમામની વચ્ચે પોતાના શરીરને ખેંચવાનો પ્રયત્ન કરો. બાદમાં બંને હાથ ખોલતા નીચે તરફ લઈ આવો. આ પ્રક્રિયા 10-12 વાર કરો.

વક્રાસન

વધેલા વજન અને પેટને ઓછુ કરવા માટે વક્રાસન ખૂબ જ ફાયદાકારક છે. જે આપના શરીરને લચીલુ બનાવે છે અને માંસપેશિયોને મજબૂત કરે છે. તેને કરવા માટે કોઈ સમતલ સ્થાન પર બેસો અને ત્યાર બાદ પોતાના પગને ગેપ વગર સામેની તરફ ફેલાવો. ત્યાર બાદ જમણા પગને મરોડતા ડાબા પગના ઘૂંટણને બગલ સુધી લાવો. ત્યાર બાદ જમણા હાથને પીઠ પાછળ થોડા અંતર પર જમીન પર સ્પર્શ કરાવો. હવે ડાબા હાથથી ડાબા પગને જમણી બાજૂથી હાથ નાખતા ડાબા પગના ઘૂંટણને ટચ કરવાનો પ્રયત્ન કરો. લગભગ 20 સેકન્ડ આ પોઝિશનમાં રહો. ફરી વાર બીજી બાજૂથી આ પ્રક્રિયા કરો.

ભુજંગાસન

પેટને ઓછુ કરવા માટે ભુજંગાશન પણ ખૂબ જ ફાયદાકારક છે. જ એબ્ડોમેનને ટોન કરે છે. કમર દર્દ અને સર્વાઈકલથી ઝઝૂમી રહેલા લોકો માટે લાભકારી છે. આ ઉપરાંત સૂર્ય નમસ્કારનો ભાગ છે. તેને કરવાથી સૌથી પહેલા પેટના બળે સુઈ જાવ હવે આપની હથેળીને ખભાની બરોબર લાવો.શ્વાસ લેતા શરીરના આગળના ભાગને નાભિ સુધી લઈ આવો. ધ્યાન રાખો કે, કમર પર વધારે ખેંચ ન પડે. થોડા સુધી આ સ્થિતીમાં રહો. ફરી પાછા એ પોજીશનમાં આવો. શરૂઆતમાં 4થી 5 વાર કરો. બાદમાં ધીમે ધીમે ક્રમ વધારો.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!