GSTV
Gujarat Government Advertisement

આ 3 કંપનીઓ 100 રૂપિયાથી પણ ઓછા પ્લાનમાં આપી રહી છે 6 GB ડેટા, ઓફર જાણી થઈ જશો ખુશ

Last Updated on January 3, 2020 by Arohi

ટેલિકોમ કંપનીઓ અનલિમિટેડ પ્રીપેટ પેકમાં વેલિડિટીની સાથે કોલિંગ, ડેલી ડેટા અને એસએમએસ જેવા ફાયદાઓ આપે છે. Reliance Jio, Airtel અને Vodafoneની પાસે આવા ઘણા અનલિમિટેડ પ્રીપેડ પ્લાન છે. જેમાં ગ્રાહકોને રોજ 3 જીબી સુધી ડેટા મળે છે. જોકે ઘણા ગ્રાહકોને રોજ મળતો 3 જીબી ડેટા પણ ઓછો પડે છે. આવા યુઝર્સ માટે કંપનીઓ ડેટા પેક ઓફર કરે છે.

ડેટા પેકથી રિચાર્જ કરવા પર તમે અનલિમિટેજ પેકના ડેલી ડેટા લિમિટ પુરી થયા બાદ પણ ઈન્ટરનેટ યુધ કરી શકશે. તેનો મતલબ એ છે કે જ્યારે અનલિમિટેડ પેકનો ડેલી ડેટા પૂર્ણ થઈ જશે ત્યારે ડેટા પેકમાં મળનાર ડેટા ખર્ચ થશે. બીજા દિવસે જ્યારે ડેલી પેક તમારા એકાઉન્ટમાં આવી જશે તો ડેટા પેકનો ડેટા યુઝ થવાનો બંધ થઈ જશે અને તેનો બાકી બચેલો ડેટા પછીથી ઉપયોગમાં લેવામાં આવશે. અહીં અમે તમને રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના 100 રૂપિયાથી ઓછાના ડેટા પેક વિશે જણાવીશું. જેમાં 3 જીબી ડેટા સુધી મળશે.

100 રૂપિયાથી ઓછામાં એરટેલના ડેટા પેક

100 રૂપિયાથી ઓછામાં એરટેલની પાસે બે ડેટા પેક છે. એક 48 રૂરિયાનું પેક છે જેમાં 3 જીબી ડેટા મળશે અને બીજુ 98 રૂપિયા સુધીનો ડેટા છે જેમાં કંપની 6 જીબી ડેટા આપી રહી છે. આ બન્ને પેકની વેલિડિટી 28 દિવસની છે એટલે કે તેને તમે પોતાના અનલિમિટેડ ડેટા પેકની સાથે 28 દિવસ સુધી યુઝ કરી શકો છો.

વોડાફોનની પાસે 3 પેક

વોડાફોનની પાસે 100 રૂપિયાથી ઓછામાં ત્રણ ડેટા પેક છે. એક 16 રૂપિયાનો પેક છે. જેમાં 24 કલાકની વેલિડિટીની સાથે તમને 1 જીબી ડેટા મળશે. ત્યાં જ બે અન્ય પેક 48 અને 98 રૂપિયાનો છે. જેમાં ક્રમશઃ 3 જીબી અને 6 જીબી ડેટા મળે છે. આ બન્ને પેકની વેલિડિટી 28 દિવસ સુધીની છે.

જીયોની પાસે 4 ડેટા પેક

એરટેલ અને વોડાફોન-આઈડિયાના આ ડેટા પેક અનુસાર જીયોની પાસે ચાર ડેટા પેક છે. જોકે આ 4માં એક પેક 100 રૂપિયાથી એક રૂપિયા વધુ એટલે કે 101 રૂપિયાનો છે. જીયોનો સૌથી ઓછા રૂપિયાનો ડેટા પેક 11 રૂપિયાનો છે જેમાં 400 એમબી ડેટા મળશે. તે ઉપરાંત 21, 51 અને 101 રૂપિયાના ડેટા પેકનો ઓપ્શન પણ તમારી પાસે છે.

તેમાં ક્રમશઃ 1 જીબી, 3 જીબી અને 6 જીબી ડેટા મળે છે. જીયોના આ ચારેય ડેટા પેકની વેલિડિટી હાલના પ્લાન સુધી છે. તેનો મતલબ છે કે તમે ત્યા સુધી જ પેકમાં મળનાર ડેટા યુઝ કરી શકો છો જ્યા સુધી તમારા હાલના અનલિમિટેડ પ્લાનની વેલિડિટી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!