GSTV
Home » News » શનિદેવ આવતાં પહેલા આપે છે 10 સંકેત- ઉપાય

શનિદેવ આવતાં પહેલા આપે છે 10 સંકેત- ઉપાય

શનિ દેવનો પ્રકોપ એટલો ખતરનાક હોય છે કે માણસ અંદરથી તુટી જાય છે. માન-સમ્માન, ધન પ્રતિષ્ઠા અને માનસિક રીતે પણ માણસ તુટી જાય છે. જો કે શનિદેવના આગમન પહેલા અશુભ લક્ષણો વ્યક્તિને પહેલાથી દેખાવા લાગે છે. જો આ તેને ઓળખી લેવામાં આવે અને સમયસર દૂર કરવાના પ્રયાસ કરવામાં આવે તો તેની અસર થોડી ઓછી થઇ શકે છે.

એકવાત યાદ રાખો કે શનિનો પ્રકોપ એટલો ખતરનાક હોય ચે કે તેને કોઈપણ ઉપાયથી સંપૂર્ણ સમાપ્ત કરી શકાતો નથી. જો કે પૂજા-પાઠથી તેની અઆસરને થોડી ઓછી કરી શકાય છે. જો તેનો પ્રકોપ અઢી કે સાડા સાત વર્ષ રહેવાનો હોય તો એ એટલો જ રહેશે અને ઉપાય એટલા જ વર્ષ કરવો પડશે. અહીં એ સંકેતોની સમજણ આપવામાં આવી છે.

આ સંકેત મળે તો સમજો સાડાસાતી શરૂ થવાની છે….

1. પ્રોપર્ટીને લગતા વિવાદો અચાનક ઉભા થાય.

2. પારિવારિક મતભાદ અને ભાઈ-બહેનોમાં વિવાદ થવા લાગે.

3. કોઈની સાથે અનૈતિક સંબંધ બંધાય અને તમે તેમાં ફસાવા લાગો.

4. અચાનક કર્જ લેવાની જરૂર પડે અને દેવું સતત વધ્યાં જ કરે.

5. કોર્ટના આંટાફેરા શરૂ થઈ જાય.

6. નોકરીમાં જોખમ, સમસ્યા અને અણગમતા સ્થળે પોસ્ટિંગ થાય.

7. ભરપૂર મહેનત અને લગનથી કામ કરવા છતાં પ્રમોશન ના મળવું.

8. દારૂ, ખરાબ સંગત અને અસત્યનો સહારો લેવો પડે.

9. બિઝનેસમાં અચાનક નુકસાન થવા લાગે.

10. વારંવાર નાની નાની દુર્ઘટનાઓ થાય. 

આ ઉપાય કરશે બચાવ

પીપળાના ઝાડને જળ ચઢાવવું અને સાંજે તલના તેલનો દીવો કરવાનું શરૂ કરી દો. શનિવારે પીપળની પૂજા જરૂર કરો. રવિવાર સિવાય રોજે તમે આ પૂજા કરી શકો છો. યાદ રાખો કે પીપળાની પૂજા સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી જ કરવી જોઈએ. જો તમે સવારે પૂજા કરવાના હોવ તો સ્નાનાદી પછી સફેદ વસ્ત્ર પહેરીને પીપળમાં ગાયનું દૂધ, તલ અને ચંદન મિશ્રિત જળ ચઢાવો. એ પછી જનોઇ, ફૂલ અને પ્રસાદ ધરાવો. એ પછી ધૂપ, દીપ પ્રગટાવીને આસન પર બેસીને ઇષ્ટ દેવી-દેવતાઓનું સ્મરણ કરો અને આ મંત્રનો જાપ અવશ્ય કરો.

મૂલતો બ્રહ્મારૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે

અગ્રત: શિવરૂપાય વૃક્ષ રાજાય તે નમ:

આયુ: પ્રજામ્ ધનમ્ ધાન્યમ્ સૌભાગ્યમ્ સર્વસંપદમ્

દેહિ દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગત:

મંત્રજાપ કર્યાં પછી કપૂર અને લવિંગ પ્રગટાવીને પીપળના ઝાડની આરતી કરો અને પછી પ્રસાદ ગ્રહણ કરો. પ્રસાદમાં મિઠાઈ કે સાકર ચઢાવી શકાય છે.

Read Also

Related posts

હોંગકોંગના વિરોધ પ્રદર્શનની અસર થઈ સુરતના હિરા ઉદ્યોગને, વાર્ષિક 5 બિલિયન ડોલરના વેપારને નુકસાન

Bansari

જાહ્નવી કપૂરના જિમની અંદરના પહેલીવાર ફોટા આવ્યા સામે, સોશિયલ મીડિયા પર પસંદ કર્યા ફેન્સે

Dharika Jansari

દીપિકાએ આપ્યાં પ્રેગનેન્સીનાં સંકેત? રણવીર સિંહ સાથેની લાઇવ ચેટમાં કહી દીધી આ વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!