GSTV
Home » News » મહિલાઓનું કામ સરળ કરતી આ 10 કિચન ટીપ્સ, જલ્દીથી જાણી લો

મહિલાઓનું કામ સરળ કરતી આ 10 કિચન ટીપ્સ, જલ્દીથી જાણી લો

હાઉસ વાઈફ જ નહી પરંતુ વર્કિંગ વુમનનું પણ રસોડા સાથે ગાઢ સંબંધ હોય છે. આમ તો મહિલાઓ રસોઈથી લઈને દરેક કામમાં એક્સપર્ટ જ હોય છે. પરંતુ તેમ છતાં ઘણી વાર તેમને કામ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેને કારણે કામમાં મોડું થાય છે. રસોડાની નાની-મોટી વાતો વિશે દરેક સ્ત્રીઓને ખબર હોવી જોઈએ, જેથી તે પોતાના કામને વધુ સરળ બનાવી શકે. આજે અમે તમને આવી જ કેટલીક ટીપ્સ જણાવીશું, જેની મદદથી તમારું કામ સરળ થઈ જશે. આ ટીપ્સ તમારુ કામ સરળ કરવાની સાથે સાથે ખાવાનો સ્વાદ પણ વધારી દેશે.

ડુંગળી અને લસણ કાપવાની રીત

જો ડુંગળી કાપતી વખતે આંખોમાં પાણી આવતા હોય તો ડુંગળીને સુધારવાના 10 મીનીટ પહેલાં તેને પાણીમાં પલાળીને રાખો. ડુંગળીની જેમ જ લસણને પણ ફોલતા પહેલાં 10 મીનીટ પાણીમાં પલાળવામાં આવે તો તેનાં ફોતરા આસાનીથી નીકળી જાય છે.

પનીરની ચીકાશને ઘટાડો

પનીરની ચીકાશને ઘટાડવા માટે તેની ઉપર થોડું તેલ લગાવી દો. તેનાથી પનીર ચોંટતુ બંધ થઈ જશે. આવી જ રીતે રીંગણને પણ શેકતા પહેલાં તેની ઉપર તેલ લગાવવામાં આવે તો તેની છાલ સરળતાથી નીકળી જાય છે.

મશરૂમને પાણીમાં  ન ધુઓ

જો તમે મશરૂમનું શાક બનાવવાનું વિચારતા હોવ, તો તેને પાણીથી ન ધોતા. કારણકે મશરૂમ પાણીને શોષી લે છે. તેની જગ્યાએ મશરૂમને ભીના કપડાથી સાફ કરવા જોઈએ

સુકા મેવા

જો તમે ડ્રાય ફ્રૂટ્સનો કાપીને ઉપયોગ કરવા માંગો છો, તો તેને ફ્રીઝમાં એક કલાક રાખી દો. એક કલાક ફ્રીઝમાં રાખ્યા બાદ તેને સરળતાથી કાપી શકાશે.

દુર્ગંધથી છૂટકારો અપાવશે લીંબુ

ફ્રીઝમાં જો દુર્ગંધ આવતી હોય તો લીંબુને કાપીને રાખી દો. તેનાથી દુર્ગ્ધ ઘટી જશે અને તાજગી આવશે. જો લીંબુ સૂકાઈ જાય તો તેને એક કલાક પાણીમાં મૂકી જો. લીંબૂનો રસ સરળતાથી નીકળશે.

મધને માપતા સમયે

મધને માપતા પહેલાં કપમાં સામાન્ય તેલ લગાવી લો. એવું કરવાથી તે કપમાં ચોંટશે નહી અને માપ પ્રમાણે મધ મળી શકશે.

બિરયાનીનો ટેસ્ટ વધારવા

દહીંને ગ્રેવી કે બિરયાનીમાં નાખતા પહેલાં સારી રીતે ફેંટી લો. દહીંને સામાન્ય ઠંડુ કરી લેશો તો તે સારો સ્વાદ આપશે

સલાડમાં ડુંગળી નાખતા પહેલાં

જો તમે ડુંગળીને સલાડમાં નાખવા માંગતા હોવ, તો તેને પહેલાં પાણીમાં પલાળી દો. તેનાથી તેના સ્વાદમાં કડવાશ દૂર થઈ  જશે.

મીઠા બટાકા હોય તો

મીઠા બટાકાને એક કલાક મીઠાં વાળા પાણીમાં રાખવાથી તેની સ્વીટનેસ ઘટી જશે. અને તમે તેને ખાવામાં ઉપયોગ કરી શકો છો. મીઠાંનો ઉપયોગ સફરજનને કાળા પડતાં પણ રોકી શકે છે.

તાજા મરચા રાખવા માટે

લીલા મરચાને લાંબો સમય સુધી રાખવા માટે તેની ડાંડી તોડીને , લૂછીને પ્લાસ્ટિકની ડબ્બીમાં રાખી દો,તેનાથી તે લાંબો સમય સુધી તાજા રહેશે.

READ ALSO

Related posts

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મંદીનો માર, જીએસટી પછી પૂરનો પ્રકોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!