GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુકાયું આધુનિક મશીન, કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો વાગશે સાયરન

1 જૂનથી અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતેથી ૧૦ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મુસાફરો વચ્ચે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ કરવામાં આવ્યા છે. તો મુસાફર રેલ્વે સ્ટેશનની અંદર પ્રવેશ કરે ત્યારે તેઓનું થર્મલ સ્ક્રીંનિંગ મશીન વીથ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે.

મશીનમાંથી પસાર થનાર વ્યક્તિની તસવીરો લેવાય છે

આ મશીનમાંથી પસાર થનાર વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હોય તો સાયરન વાગવા લાગે છે. જેથી કરીને સુરક્ષાકર્મીઓને ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિ શંકાસ્પદ લક્ષણો ધરાવે છે. આવી વ્યક્તિને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ મશીનની બીજી ખાસિયત એ છે કે મશીનમાંથી પસાર થનાર વ્યક્તિની તસવીરો લેવાય છે. આથી જો કોઈ વ્યક્તિ માસ્ક વગર આવ્યો હોય તો તેની પણ તસવીર લઈને તેને દંડ કરી શકાય છે.

READ ALSO

Related posts

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!