GSTV
Home » News » પીએમ મોદીની કેબિનેટમાં અડધાથી વધારે યુવા ચહેરા હશે, આ છે પ્રધાનપદના સંભવિત નામ

પીએમ મોદીની કેબિનેટમાં અડધાથી વધારે યુવા ચહેરા હશે, આ છે પ્રધાનપદના સંભવિત નામ

રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં પીએમ મોદી અને તેમની કેબિનેટમાં શામિલ થનારા પ્રધાનોની શપથવિધિની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. પ્રધાન પદ માટે એનડીએ, ભાજપ અને આરએસએસના નેતાઓનાં ભારે મંથન થયું છે. ઉચ્ચ સ્તરના સુત્રોની જાણકારી મુજબ મોદીની કેબિનેટ પહેલેથી જ યુવા રહેશે અને અડધાથી વધારે નવા ચહેરા હોઈ શકે છે.

આ વખતે જેડીયુ, એઆઈએડીએમકે અને શિવસેના જેવા સહયોગીઓને પ્રધાનમંડળમાં જગ્યા અપાશે. હરદીપસિંહ પુરીને ફરી પ્રધાન મંડળમાં જગ્યા મળી શકે છે. મોદી સરકાર પહેલા કાર્યકાળમાં એકમાત્ર ક્રિશ્ચિયન પ્રધાન રહેલા અલ્ફોંસની જગ્યાએ કેરલના પ્રમુખ વી.મુરલીધરનને સ્થાન મળી શકે છે. સંતોષ ગંગવાર અથવા રાધામોહન સિંહને લોકસભાના સ્પીકર બનાવાઈ શકે છે.

સુત્રોની માહિતી મુજબ સુષમા સ્વરાજને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનાવઈ શકે છે. સુત્રોની જાણકારી મુજબ પીએમ મોદી આ વખતે નવા ચહેરા અને અનુભવ બંનેનું સંતુલન સાધશે. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળ અને લોક જનશક્તિ પાર્ટી પણ એક-એક મંત્રાલય ઈચ્છે છે. એવું પણ થઈ શકે છે કે ભાજપ તેના નાના સહયોગી દળોને એક રાજ્ય પ્રધાન અને મોટા સહયોગી દળને એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રાલય આપી શકે છે.

બિહારથી જેડીયુમાંથી કોઈ કેબિનેટ પ્રધાન બની શકે છે. જેમાં બિહારના મુખ્યપ્રધાન નિતિશ કુમારના નજીકના રાજ્યસભાના સાંસદ ચંદ્ર પ્રસાદ, કેબિનેટ સહયોગી દિનેશ ચંદ્ર યાદવ અને લલનસિંહનું નામ ચર્ચામાં છે. સૂત્રોની જાણકારી મુજબ જેડીયુ અને શિવસેનાએ બે-બે કેબિનેટ મંત્રાલય માગ્યા છે. કેટલાક અન્ય સંભવિત નામોની વાત કરીએ તો હોશિયારપુરના સાંસદ અને પૂર્વ આઈએએશ અધિકારી દલિત ચહેરો સોમ પ્રકાશનું નામ ચર્ચામાં છે.

તેલંગણાથી સંઘ અને ભાજપના નેતા જી.કૃષ્ણન, બંગાળથી દિલીપ ઘોષ, ખગેન મુર્મુ, દેબાશ્રી ચૌધરી, ઉત્તર પ્રદેશથી રીટા બહુગુણા જોશી, ઓડિશાથી અપરાજિતા સારંગીનું નામ ચર્ચામાં છે. ભાજપના બે પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રો અનુરાગ ઠાકુર અને દુષ્યંતસિંહને પણ પ્રધાન બનાવાઈ શકે છે. અસમથી હેમંત બિસ્વા સરમા અને વિજય ચૌથાઈવાલાને પ્રધાન પદ મળી શકે છે.  

પ્રધાન પદના સંભવિત નામ       

  • હરદીપસિંહ પુરીને ફરી પ્રધાન મંડળમાં જગ્યા મળી શકે છે
  • અલ્ફોંસની જગ્યાએ કેરલના પ્રમુખ વી.મુરલીધરનને સ્થાન મળી શકે છે
  • સંતોષ ગંગવાર અથવા રાધામોહન સિંહને લોકસભાના સ્પીકર બનાવાઈ શકે છે
  • સુત્રોની માહિતી મુજબ સુષમા સ્વરાજને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનાવઈ શકે છે
  • પીએમ મોદી આ વખતે નવા ચહેરા અને અનુભવ બંનેનું સંતુલન સાધશે
  • શિરોમણિ અકાલી દળ અને લોક જનશકિત પાર્ટી પણ એક-એક મંત્રાલય ઈચ્છે છે
  • ભાજપ તેના સહયોગી દળોને એક રાજ્ય પ્રધાન, એક કેબિનેટ, એક રાજ્ય મંત્રાલય આપી શકે છે
  • બિહારથી જેડીયુમાંથી કોઈ કેબિનેટ પ્રધાન બની શકે છે
  • બિહારના સીએમ નિતિશ કુમારના નજીકના રાજ્યસભાના સાંસદ ચંદ્ર પ્રસાદનું નામ ચર્ચામાં
  • નિતિશ કુમારના કેબિનેટ સહયોગી દિનેશ ચંદ્ર યાદવ અને લલનસિંહનું નામ ચર્ચામાં
  • જેડીયુ અને શિવસેનાએ માગ્યા છે બે-બે કેબિનેટ મંત્રાલય
  • હોશિયારપુરના સાંસદ અને પૂર્વ આઈએએશ અધિકારી દલિત ચહેરો સોમ પ્રકાશનું નામ ચર્ચામાં
  • તેલંગણાથી સંઘ અને ભાજપના નેતા જી.કૃષ્ણન
  • બંગાળથી દિલીપ ઘોષ, ખગેન મુર્મુ, દેબાશ્રી ચૌધરી
  • ઉત્તર પ્રદેશથી રીટા બહુગુણા જોશી
  • ઓડિશાથી અપરાજિતા સારંગી
  • ભાજપના બે પૂર્વ સીએમના પુત્રો અનુરાગ ઠાકુર અને દુષ્યંતસિંહને બવાઈ શકે છે પ્રધાન
  • અસમથી હેમંત બિસ્વા સરમા અને વિજય ચૌથાઈવાલાને મળી શકે છે પ્રધાન પદ 

Read Also

Related posts

પૂર્વોતર રાજ્યો સહિત ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ, ૭૦ લાખ લોકો પ્રભાવિત

Arohi

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!