GSTV

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

સરકાર કર્મચારીઓને પ્રોવિડેંટ ફંડમાં યોગદાન ઘટાડવાનો વિકલ્પ આપી શકે છે તેઝી તેમની ટેક હોમ સેલરી વધે. અધિકારીઓનું કહેવું છે કે તેનાથી કંઝમ્પશન ડિમાન્ડ વધારવામાં મદદ મળી શકે છે. જેમાં સુસ્તીના કારણે ઇકોનોમિક ગ્રોથ ઓછો થઇ ગયો છે.

લેબર મિનિસ્ટ્રીના આ પ્રસ્તાવ અનુસાર, પ્રોવિડેંટ ફંડમાં કંપનીનું યોગદાન 12 ટકાના વર્તમાન સ્તર પર રહેશે. આ મુદ્દા સિક્ટયોરિટી બિલ 2019માં સામેલ છે, જેને ગત અઠવાડિયે કેબિનેટે મંજૂરી આપી હતી. મંત્રાલયે એમ્પ્લોયીઝ પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) અને એમ્પ્લોયીઝ સ્ટેટ કોર્પોરેશન (ESIC)ની વર્તમાન સ્વાયત્તાને જાળવી રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે પહેલાં તેને કોર્પોરેટ જેવુ રૂપ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

50 કરોડ લોકોને સામાજિક સુરક્ષા

આ બિલ દ્વારા દેશમાં 50 કરોડ લોકોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં સરકારે વધુ એક પગલું લીધું છે. આ બિલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (CSR) અંતર્ગત એક સામાજિક સુરક્ષા કોષ એટલે કે સોશિયલ સિક્યોરિટી ફંડ બનાવાની વાત પણ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગિગ વર્કર્સ સહિત તમામ વર્કર્સને પેન્શન, મેડિકલ, બીમારી, માતૃત્વ અને અપંગતા સાથે સંબંધિત વેલફેર બેનેફિટ્સ આપવામાં આવશે.

હટાવામાં આવ્યાં વિવાદિત પ્રસ્તાવ

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, અમે તમામ વિવાદાસ્પદ પ્રસ્તાવ હટાવી દેવામાં આવ્યાં છે અને ધ્યાન ફક્ત વર્કર્સની ભલાઇ પર આપવામાં આવ્યુ છે. અમે દેશમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને પણ સુધારવા માગીએ છીએ. અમે વર્તમાન લેબર કાયદાઓને એક કોડ અંતર્ગત લાવી રહ્યાં છીએ.

નેશનલ પેન્શન સિસ્ટમમાં શિફ્ટ કરવાનો પ્રસ્તાવ પરત

લેબર મિનિસ્ટ્રીએ EPFO સબ્સ્ક્રાઇબર્સને નેશનલ પેન્શન સિસ્ટમમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવાનો ગત પ્રસ્તાવ પણ પરત લઇ લીધો છે. તેણે આ મામલે નાણા મંત્રાલયની સલાહ માનવાથી ઇનકાર કરી દીધો છે. લેબર મિનિસ્ટ્રીએ પોતાના નિર્ણયના હકમાં EPFO સાથે મળતાં ઉંચા રિટર્ન અને અન્ય ફાયદાનો ઉલ્લેખ કર્યો છે. તેણે તેમ પણ કહ્યું છે કે EPFOમાં દરેક સ્તર પર રોકાણકારોને ટેક્સ છૂટ મળે છે. માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ સિક્યોરિટી બિલને આ અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.

Read Also

Related posts

વિદેશમાં પૈસા મોકલનારને લાગશે ઝટકો, લાગશે આ ટેકસ : દેશભરમાં બદલાઈ ગયાં છે આ નિયમો

Mansi Patel

ખિસ્સા કરો ઢીલા/ આજથી વધી રહ્યા છે ટોલ ટેક્સના ભાવ, જાણો વાહનચાલકોને કેટલો આપવો પડશે ટોલ ટેક્સ

Pravin Makwana

ફાયદો/ પોલીસીધારકોને પહેલીવાર મળશે આ અધિકાર, આજથી બદલાઇ ગયા છે હેલ્થ ઇન્શ્યોરન્સના આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!