અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બની રહેલા ફુટ ઓવરબ્રીજની 90 ટકા કામગીરી પુરી કરી લેવામાં આવી છે. માત્ર ફીનીસીંગની કામગીરી બાકી છે. રુપિયા ૭૪,૨૯,૭૮,૪૦૬ના ખર્ચથી તૈયાર કરવામાં આવેલો આ ફુટ ઓવરબ્રીજ આગામી બે મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાય એવી સંભાવના છે. આ ફુટ ઓવરબ્રિજની મદદથી નદીના એક છેડેથી બીજા છેડે ચાલતા જઈ શકાશે.

એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે સાબરમતી રીવરફ્રન્ટ પર ચાલી રહ્યું છે ઓવરબ્રીજનું નિર્માણકાર્ય
આ અંગે મળતી માહિતી મુજબ, સાબરમતી નદી ઉપર એલિસબ્રીજ અને સરદારબ્રીજ વચ્ચે સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફુટ ઓવરબ્રીજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. બ્રીજની લંબાઈ ૩૦૦ મીટર રાખવામાં આવી છે.પહોળાઈ ૧૦થી ૧૪ મીટર સુધીની રાખવામાં આવી છે.
આ ફુટ ઓવરબ્રિજ ઉપર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે
સ્ટીલની મદદથી બનાવવામાં આવેલા આ ફુટ ઓવરબ્રિજ ઉપર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જેથી બ્રીજ ઉપરથી પસાર થનારા મુલાકાતીઓ થોડીવાર રેસ્ટ પણ કરી શકે. રાતના સમયે આ ફુટ ઓવરબ્રીજ રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠશે.આ બ્રીજ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કીનારે બે અદ્યતન સ્પોર્ટસ સંકુલ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
READ ALSO :
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ