GSTV
Home » News » દેશના લાખો સામાન્ય લોકોને મળશે રાહત, ઈનકમ ટેક્સ સ્લેબમાં થશે મોટા ફેરફાર

દેશના લાખો સામાન્ય લોકોને મળશે રાહત, ઈનકમ ટેક્સ સ્લેબમાં થશે મોટા ફેરફાર

અર્થતંત્રમાં તેજી લાવવા માટે ઉઠાવાયેલા પગલા બાદ હવે મોદી સરકાર ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરબદલ કરીને રાહત આપવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ મધ્યમ વર્ગ પરથી ઇન્કમ ટેક્સનો બોજો ઓછો કરવાની ભલામણ કરી છે.

જો આમ થશે તો મધ્યમ વર્ગ પરથી ટેક્સ બોજો ઘટીને અડધો થઇ શકે છે. પર્સનલ ઇન્કમ ટેક્સના દરોના મામલે સમિતિએ 5,10,20 ટકાના ત્રણ સ્લેબની ભલામણ કરી છે. જ્યારે કે હાલમાં 5,20 અને 30 ટકાના દરે ઇન્કમ ટેક્સની વસુલાત થાય છે. સમિતિનું સૂચન છે કે આમ કરવાથી ટેક્સ ચોરીને અટકાવી શકાશે.

ડાયરેક્સ ટેક્સ સુધારા માટે બનેલી ટાસ્ક ફોર્સે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ગત સપ્તાહે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ટાસ્ક ફોર્સનું કહેવું છે કે સામાન્ય માણસ માટે ઇન્કમ ટેક્સના દરો અને સ્લેબમાં મોટા ફેરબદલ કરવાની જરૂરિયાત છે. કે જેથી ટેક્સ ચોરીને રોકી શકાય.

કોર્પોરેટ માટે સમિતિએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સને હટાવવા અંગે પણ ભાર મુક્યો છે. ટાસ્ક ફોર્સનું માનીએ તો વાર્ષિક 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓને મોટી રાહત મળી શકે છે. સમિતિએ પાંચ લાખથી 20 લાખ સુધીની વાર્ષિક આવક પર 20 ટકાના બદલે 10 ટકા અને અમીરો પરના ટેક્સ દરને 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાની ભલામણ કરી છે.

આ ટાસ્ક ફોર્સના પ્રમુખ સીબીડીટીના સભ્ય અખિલેશ રંજન છે. 21 મહિનામાં કુલ 89 બેઠક બાદ ટાસ્ક ફોર્સે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે વહેલીતકે સાર્વજનીક કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

દિગ્ગી રાજાનાં બોલ બગડ્યા: ભગવા વસ્ત્રો પહેરતા લોકો વિશે આપ્યું વિવાદીત નિવેદન

Riyaz Parmar

જન્મદિવસ પર માતા હિરાબાને મળ્યા પ્રધાનમંત્રી મોદી, કાંસાની થાળીમાં માતા સાથે લીધું ભોજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!