GSTV
Home » News » ચીનમાં ભૂકંપના બે શક્તિશાળી આંચકા આવ્યા, 11 મોત અને 122 ઘાયલ

ચીનમાં ભૂકંપના બે શક્તિશાળી આંચકા આવ્યા, 11 મોત અને 122 ઘાયલ

ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે રાતે અને મંગળવારે સવારે ભૂકંપના બે શક્તિશાળી આંચકા આવ્યાં હતાં. આ ભૂકંપમા 11 જણાના મૃત્યુ નીપજ્યાં જ્યારે અન્ય 122 જણા ઇજાગ્રસ્ત થયા હતાં. 

ચીની ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાતે 10:55 વાગ્યે ઇબિન શહેરના ચાંગિંગ વિસ્તારમાં આવ્યો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 હતી. તો 5.3ની તીવ્રતાવાળો બીજો આંચકો આજે સવારે આવ્યો.જેમાં લોકોમાં નાસભાગ મચી હતી.

ઇબિનના લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપના અડધા કલાક બાદ પણ આંચકા અનુભવાયા. જોકે સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડૂમાં અર્લી વોર્નિંગ સિસ્ટમમાં ભૂકંપની એક મિનિટ પહેલાં જ એલાર્મ વાગવાનું શરૂ થઇ ગયું હતું. એક મિનિટનું કાઉન્ટડાઉન પૂરું થતાં જ ભૂકંપના તેજ આંચકા આવ્યાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બચાવ અને રાહતકાર્ય શરૂ કરી દીધું છે. 

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!