GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં તપેલી ખોપડીઓ પર તપેલીઓ રખાઈ, હેલમેટ ન મળતાં સાયકલ લઇ પહોંચ્યા કોર્ટ

સૌરાષ્ટ્રમાં તપેલી ખોપડીઓ પર તપેલીઓ રખાઈ, હેલમેટ ન મળતાં સાયકલ લઇ પહોંચ્યા કોર્ટ

હંમેશા કોઇપણ કાયદાનો વિરોધ થતો હોય છે. આ વિરોધ લોકોનો અવાજ હોય છે, કારણકે ટ્રાફિકના નિયમો લાગૂ તો કરી દેવામા આવ્યા છે. પરંતુ આ નિયમો લાગૂ કરતા પહેલાની જે તૈયારીઓ અને લોકોની સ્થિતીને ધ્યાને ન રખાય ત્યારે વિરોધ થતો હોય છે. ત્યારે ટ્રાફિકના નવા નિયમોને લઇને ગુજરાતમાં ઘણા સ્થળોએ વિરોધ થયો. આ વિરોધ કેવી રીતે અનોખો વિરોધ હતો. આવો જોઇએ.

નવા ટ્રાફિક નિયમનો સૌરાષ્ટ્રમાં પ્રચંડ વિરોધ જોવા મળ્યો.જેમાં સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. જેમાં વાત કરીએ જામનગરની તો ડિકેવી સર્કલ ખાતે લોકોએ હેલ્મેટની જગ્યાએ માથા તપેલા તપેલી રાખીને વિરોધ કર્યો હતો. વિરોધ કર્તાઓએ પોલીસને ગુલાબ આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જો કે પોલીસે વિરોધ કરનાર શખ્સોની અટકાયત કરી હતી.

તો રાજકોટમાં કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટના બદલે તપેલી મુકીને નીકળ્યો હતો. હેલ્મેટના બદલે તપેલી પહેરીને આ વાહન ચાલકે હેલ્મેટનો વિરોધ નોંધાવ્યો હતો.

તો રાજકોટમાં દંડની રકમને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. હેલમેટ ન મળવાને કારણે રાજકોટ એમએસસીટી બાર એસોસિએશનના પ્રમુખ જીબી ત્રિવેદી સાયકલ પર જોવા મળ્યા હતા.

જેતપુરમાં ટ્રાફિકના નિયમોનો અનોખો વિરોધ જોવા મળ્યો. એક વૃદ્ધે તેમના માથા પર તપેલું પહેરી કાયદાને માન પણ આપ્યું અને વિરોધ પણ કર્યો. જેતપુરમાં રહેતા નાગજીભાઈ મેર પોતાના મોપેડ પર ઘરમાં રસોઈમાં લેવાતું તપેલું પહેરીને બજારમાં નીકળ્યા હતા.

તો પોરબંદરમાં પણ  યુથ કોંગ્રેસના સભ્યો તપેલા માથા પર પહેરીને વિરોધ નોંધાવ્યો. જેમાં બેનર સાથે નીકળેલા ત્રીસેક લોકોએ હેલમેટ ન હોવાથી બાઇકને ધક્કો મારીને માર્ગ પર નીકળીને વિરોધ નોંધાવ્યો હતો.

આમ સોશિયલ મીડિયા પર જે રીતે ટ્રાફિકના નિયમોનો અનોખો વિરોધ થઇ રહ્યો છે તેવી રીતે હવે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં રસ્તા પર  પણ અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ સૌથી કોઇ માટે આશ્ચર્ય સર્જનાર બની ગયો હતો.

READ ALSO

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!