GSTV
India News ટોપ સ્ટોરી

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : અતિ ભારે વરસાદને પગલે 16 લોકોનાં મોત

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના બે સપ્તાહ બાદ ફરી ભારે વરસાદ પડયો છે. છેલ્લા 24 કલાકમાં અતી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં કેરળમાં 16 લોકોના મોત નિપજ્યા છે. આઠ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અને સૌથી વધુ અસર ત્રિવેન્દ્રમ, આલાપુઝામાં જોવા મળી રહી છે. જ્યારે જે 16 લોકોના મોત નિપજ્યા તેમાંથી સૌથી વધુ તિરુઅનંતપુરમમાં ચાર લોકોએ જીવ ગૂમાવ્યો છે. જે પણ લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને સરકારે ચાર લાખ રૃપિયાની સહાયની જાહેરાત કરી છે.

કેરળમાં આ વખતે વહેલા ચોમાસાએ એન્ટ્રી મારી હતી, 16મી મેએ જ કેરળમાં ધોધમાર વરસાદ પડયો હતો. જે બાદ પણ થોડા થોડા સમયગાળા વચ્ચે અહીં વરસાદ ચાલુ છે. દરેક 16 જિલ્લામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એક વિશેષ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. સાથે 14 મુદ્દાઓનો કાર્યક્રમ તૈયાર કરીને દરેક જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમના ઘરો વરસાદમાં સંપૂર્ણપણે નાશ પામ્યા હોય તેમના માટે રાહત કેમ્પ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

હાલ તિરુઅનંતપુરમમાં 10 પરિવાર, અલપ્પુઝાના કેમ્પોમાં 22 જ્યારે અન્ય પરિવારોને બાકીના પ્રભાવીત જિલ્લાઓમાં તૈયાર રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. કેરળના રેવન્યૂ પ્રધાન ઇ ચંદ્રશેકરણે જણાવ્યું હતું કે આ વખતના ભારે વરસાદ અને પવનને કારણે 188.41 હેક્ટર કૃષીની જમીન ધોવાઇ ગઇ છે. જેને પગલે ઉભા પાકને પણ નુકસાન થયું છે. આ વરસાદમાં કૃષિ ક્ષેત્રે 634.08 લાખ રૂપિયાનું રાજ્યમાં નુકસાન થયું છે. રાજ્યભરમાં આશરે 2784 ખેડૂતોને પૂરની અસર છે અને તેમનો પાક નાશ પામ્યો છે.

આ દરેક ખેડૂતોને સરકાર દ્વારા 18000 રૃપિયાની સહાય આપવામાં આવશે. આ સ્થીતી વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડશે, આશરે સાતથી ૧૧ સેમી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  જ્યારે આગામી 4થી પાંચ દિવસોમાં 24 કલાકની અંદર સમગ્ર રાજ્ય અને લક્ષદ્વીપમાં 12થી 20 સેમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હાલ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

Related posts

અમદાવાદીઓ આજે રસ્તામાં અટવાઇ પડે તેવી સ્થિતી સર્જાશે?, પીએમ મોદી ભગવાન જગન્નાથજીની રથયાત્રાથી પણ લાંબો રોડ શો કરશે

pratikshah

LIVE! ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે

pratikshah

ગુજરાતની ભાજપ સરકારના 10 મંત્રીઓનું ભવિષ્ય નક્કી કરશે આજનું મતદાન, ભાજપ માટે કહી ખુશી કહી ગમ

pratikshah
GSTV