પશ્ચિમ બંગાળમાં કશુંક ખૂબ જ ગંભીર ચાલી રહ્યું છે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ કોલકાતા એરપોર્ટ પર તૃણમુલ કોંગ્રેસના નેતાની પત્નીની બેગ ચેક કરનારા કસ્ટમ અધિકારીઓની કરાયેલી હેરાનગતિ અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીના સંદર્ભમાં ચાર સપ્તાહની અંદર પશ્ચિમ બંગાળ સરકારને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કોઇએ અમારુ ધ્યાન કેટલીક ખૂબ જ ગંભીર વસ્તુઓ તરફ દોર્યુ છે. હાલમાં અમને ખબર નથી કે કોનો દાવો સાચો છે પણ અમે આ બાબતે સંપૂર્ણ તપાસ કરીશું.
ક્સ્ટમ વિભાગ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને તેમના સહયોગી એડવોકેટ રવિ પ્રકાશે ખંડપીઠને જણાવ્યું હતું કે આ ઘટના ૧૫ અને ૧૬ માર્ચની રાતની છે. તે દિવસે કસ્ટમ અધિકારીઓના કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના કાર્યમાં એ સમયે અવરોધ ઉભો કરવામાં આવ્યો જ્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના પત્ની રુજિરા નરુલા બેનર્જી સહિત બે મહિલાઓને તપાસ માટે એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતાં.
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ નોટિસ જારી કરવા પર વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે અરજી વિચાર કરવા યોગ્ય નથી કારણકે અરજકર્તા રાજકુમાર બર્થવાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમના સભ્ય છે અને તેમની પાસે અરજી દાખલ કરવાની સત્તા નથી. આ દલીલના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં જે કંઇ પણ થઇ રહ્યું છે અમે તેની અવગણના કરી શકીએ તેમ નથી. જરૃર પડશે તો અમે સુઓ મોટુ દાખલ કરી આ મુદ્દાની તપાસ કરીશું.
READ ALSO
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
- જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો