GSTV
Home » News » ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

CM Vijay Rupani

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશનો સૌથી મોટા એક્ઝિટ પોલ સામે આવ્યા છે.જેમાં સામે આવેલા આંકડાઓ બાદ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા ફરી એકવાર મોદી સરકારની વાત કરી. આ સાથે તેઓએ કહ્યુ કે દેશની જનતા મોદીને પ્રધાનમંત્રી બનાવવા માંગે છે. આ સાથે એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને ગુજરાતની બેઠકોમાં નુકસાનના આંકડાઓ સામે આવ્યા બાદ સીએમે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સીટ ઘટે તે માટે કોઇ કારણ નથી.

મહત્વનું છે કે સાતમા તબક્કાનાં મતદાન બાદ જાહેર થયેલા દરેક એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતિ મળ્યાનું તારણ સામે આવ્યું છે. જ્યારે 100થી 130 બેઠકો કોંગ્રેસને મળશે તેવું માનવામાં આવે છે. જો કે સાચું પરિણામ તો આગામી 23 તારીખે ખબર પડશે. જો કે ગુજરાતની 26 સીટોમાંથી 24થી 25 સીટો ભાજપને અને 01થી 02 બેઠકો કોંગ્રેસને મળે તેવી શક્યતા પોલમાં વ્યક્ત કરવામા આવી છે.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!