GSTV
Home » News » ગુજરાતમાં નશેબાજોની કમી નથી, ચલમ ફૂંકવામાં ઉડતા પંજાબ પણ પાછળ

ગુજરાતમાં નશેબાજોની કમી નથી, ચલમ ફૂંકવામાં ઉડતા પંજાબ પણ પાછળ

ગંજેરીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લો સ્વર્ગ સાબિત થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી બેરોકટોકથી થઇ રહી છે. એસઓજીના દરોડામાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવતા પોલીસ પણ સફાળી જાગી છે. સુરેન્દ્રનગર ધીમેધીમે ગાંજાનું હબ બની રહ્યું છે. નશીલા પદાર્થો માટે કુખ્યાત પંજાબ કરતા પણ ગુજરાતમાં પણ ગાંજાનો વપરાશ વધી ગયો છે.

ગુજરાતના ગંજેરીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લો જાણે કે મુખ્ય હબ હોય તેમ અહીં આસાનીથી ગાંજો મળી રહે છે. ગુજરાતમાં વર્ષ 2017માં 2300 કિલો ગાંજો ઝડપાયો હતો. જે પૈકી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગાંજો પકડાયો હતો. એક અંદાજ મુજબ ગુજરાતમાં પંજાબ કરતા પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે પંજાબમાં 1711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધુ નશો કરતું ક્ષેત્ર છે. અહીં અફીણ પીવાના લાયસન્સ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે.

રાજકોટ એસઓજીને ચોટીલાના ખેરડી ગામેથી 1000 કિલો લીલા ગાંજાનું ખેતર મળી આવ્યું છે. જેની તપાસમાં ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસે ખેરડીમાં રેડ કરી તે વાલજી સાર્દુલ બાવળિયાની વાડીમાં લીલા ગાંજાના વાવેતર કરેલા 200 છોડ ઝડપાયા છે. અહીં 2 વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકના વાવેતર વચ્ચે 23 ચાસમાં ગાંજો વાવ્યો હતો. અહીં રહેતા મૌની બાપુએ ગયા વર્ષે પણ ગાંજાનું વાવેતર કર્યું હતું.

મૌની બાબા પોતે પણ ગાંજાનો બંધાણી છે. તેની વાડીએ આવતા અન્ય લોકોને પણ તે ગાંજો પાતો હતો. મૌની બાબા દરેકને પ્રસાદીમાં ગાંજો આપતો હોવાથી લોકો તેને મળવા વાડીએ આવતા હતા. 2011માં પત્નીએ આત્મહત્યા કરતા તે સાધું બની ગયો અને ખેતરમાં ઝુંપડું બાંધી રહેતો હતો. પોલીસની પૂછપરછમાં પણ મૌની બાપુએ મૌન ધારણ કરી લખીને જવાબો આપ્યા.

ફેબ્રુઆરી-2018માં પણ આ જ પ્રકારે ગાંજો વાવેલો પકડાયો હતો. પરંતુ તેના છેડા ભાજપના સ્થાનિક નેતા સુધી પહોંચતા ભીનુ સંકેલી દેવાયું હતું. 2011માં પણ માંજલપુર વિસ્તારના પારસનગર ઘરના વાડામાં ગાંજો પકડાયો હતો. મહીસાગરમાં માવાની મુવાડી ગામથી પણ ખેતરોમાંથી ગાંજો પકડાયો હતો. ઓગસ્ટ-2018માં ગોતાથી જે ગાંજો પકડાયો હતો તેના તાર પણ સુરેન્દ્રનગર સાથે જોડાયેલા હતાં.

Related posts

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં દાદા અમિતાભ પેંપર કરતાં મળ્યા જોવા

Dharika Jansari

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!