GSTV
Home » News » ભાજપાને જીતવા માટે જેવા નહીંતર તેવા ફાંફાં પડવાના છે, આકડાનું ગણિત હચમચાવી નાખે એવું છે

ભાજપાને જીતવા માટે જેવા નહીંતર તેવા ફાંફાં પડવાના છે, આકડાનું ગણિત હચમચાવી નાખે એવું છે

હવે વાત કરીએ દેશની મુખ્ય રણભૂમિ પૂર્વાંચલની. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગઢ એવા ગોરખપુર સહિત 9 બેઠકો પર ફરી ભગવો લહેરાવવા ભાજપે કમર કસી છે. પરંતુ કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમી પૂર્વાંચલમાં પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારતા તમામ સમીકરણો બદલાઇ ગયા છે. પ્રિયંકા ગાંધી તેમજ સપા-બસપાના ગઠબંધનને કારણે 2019ની ચૂંટણીમાં પૂર્વાંચલની બેઠકો જીતવી એ ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. આ વાતની સાબિતી 2014ની ચૂંટણીના પરિણામોના આંકડાઓ જ આપી રહ્યા છે.

પૂર્વાંચલની ધાર્મિક આસ્થા અને રાજકારણનું સૌથી મહત્વનું કેન્દ્ર એટલે ગોરખપુર. જે વર્તમાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગઢ છે. પરંતુ સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે ખાલી કરેલી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની ચોંકાવનારી હાર થઇ. 2014માં ગોરખપુર અને બસ્તી મંડળની તમામ 9 બેઠક ભાજપે જીતી હતી. પરંતુ 2019માં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી અને સપા-બસપાના ગઠબંધનને કારણે હવે ભાજપ માટે તમામ બેઠકો જીતવી બિલકુલ આસાન નથી.

2014માં તમામ પક્ષોને મળેલા મતનું ગણિત જોઇએ તો. ગોરખપુર બેઠક પર ભાજપને કુલ 31.96 ટકા મત મળ્યા હતા. જ્યારે કે સપા-બસપાને 39.57 ટકા અને કોંગ્રેસને 9.42 ટકા મતો મળ્યા હતા. બસ્તી બેઠક પર ભાજપને મળેલો વોટશેર 34.11 ટકા હતો. તો સપા-બસપાને 57.97 ટકા અને કોંગ્રેસને 2.63 ટકા મતો મળ્યા હતા. બાંસગાવમાં ભાજપને 47.6 ટકા મત મળ્યા. તો સપા-બસપાને 41.24 ટકા અને કોંગ્રેસને 5.77 ટકા મતો મળ્યા. ડુમરિયાગંજ બેઠક પર ભાજપને મળેલા મતોની ટકાવારી 31.96 ટકા હતી. તો સપા-બસપાને 39.57 ટકા અને કોંગ્રેસને 9.42 ટકા મતો પ્રાપ્ત થયા હતા.

સંત કબીરનગર બેઠક પર ભાજપનો વોટ શેર 34.47 ટકા હતો. સામે સપા-બસપાને 48.51 ટકા અને કોંગ્રેસને 2.17 ટકા મતો મળ્યા હતા. મહારાજગંજ બેઠક પર ભાજપને કુલ મતોના 44.47 ટકા મતો મળ્યા હતા. જ્યારે કે સપા-બસપાને 41.97 ટકા અને કોંગ્રેસને 5.39 ટકા મતો પ્રાપ્ત થયા હતા. કુશીનગર બેઠક પર ભાજપને મળેલા મતોની ટકાવારી 38.92 હતી. તો સપા-બસપાને મળેલા મતો 25.67 હતા. અહીં કોંગ્રેસને 29.92 ટકા મતો મળ્યા. દેવરિયા બેઠક પર ભાજપને સૌથી વધુ 51.07 ટકા મતો મળ્યા. તો સપા અને બસપાને 39.29 ટકા અને કોંગ્રેસને 3.88 મતો મેળવવામાં સફળતા મળી હતી. સાલેમપુર બેઠક પર ભાજપે 45.83 ટકા મતો અંકે કર્યા હતા. તો સપા અને બસપાએ 37.34 ટકા અને કોંગ્રેસે 4.89 ટકા મતો મેળવ્યા હતા.

આમ આ મતોની ટકાવારી પર નજર કરતા ખ્યાલ આવશે કે અનેક બેઠકો પર ભાજપના વોટશેર કરતા સપા-બસપાનો વોટશેર ક્યાંય વધુ છે. અને આ વખતે હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પણ કોંગ્રેસનો વોટશેર ચોક્કસપણે ઘણો વધારશે. આથી જ ભાજપ માટે અહીં 2014નું પુનરાવર્તન કરવાનો સૌથી મોટો પડકાર છે.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah