GSTV
Home » News » કાશ્મીર મુદ્દે વિશ્વમાં આપણો હાથ પકડનાર કોઈ નથી : પાક. વિદેશમંત્રી કુરેશીની હૈયાવરાળ

કાશ્મીર મુદ્દે વિશ્વમાં આપણો હાથ પકડનાર કોઈ નથી : પાક. વિદેશમંત્રી કુરેશીની હૈયાવરાળ

કાશ્મીર સંપૂર્ણપણે ભારતનું જ છે, આ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરી દેવામાં આવી છે, ત્યારે હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, આ કલમ નાબુદ કર્યાને આટલા દિવસ વિત્યા છતા પાકિસ્તાન  શાંત થવાનું નામ નથી લઇ રહ્યું અને વિશ્વના દેશો પાસે આ મામલે રોદણા રોઇ રહ્યું છે. આ પરિસિૃથતિ વચ્ચે પાકિસ્તાનના નેતાઓ સંયુક્ત રાષ્ટ્રમાં રજુઆતો કરવા લાગ્યા છે, ઇમરાન ખાન ટ્વિટર પર વિશ્વના નેતાઓને અપીલ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ પોતાના જ દેશના નેતાઓને ટોકવા પડયા હતા.

 કુરેશીએ પીઓકેમાં આવેલા મુઝફ્ફરાબાદમાં મીડિયાને સંબોધ્યું હતું જે દરમિયાન જણાવ્યું હતું કે પાકિસ્તાનીઓ તમે મુર્ખાઓના સ્વર્ગમાં ન રહો, વિશ્વના કોઇ પણ નેતા ભારત મુદ્દે પાકિસ્તાનનો સાથ નહીં આપે કેમ કે ભારત એક મોટુ માર્કટ છે અને જે દેશો પાસે તમે હાથ ફેલાવી રહ્યા છો તેઓનું કરોડો રૂપિયાનું રોકાણ ભારતમાં છે.

 કુરેશીએ કહ્યું હતું કે વિશ્વના જુદા જુદા દેશોના પોતાના અંગત હિતો હોય છે, ભારત કરોડો લોકોનો દેશ છે તેથી જે દેશ પાસે તમે મદદની ભીખ માગી રહ્યા છો તે દેશના હજારો નાગરીકોનું ભારતમાં હિત હોય છે, તેઓ પોતાના હિતને ધ્યાનમાં રાખીને જ રહેતા હોય છે આવી સિૃથતિમાં ભારતને કોઇ પણ સંજોગોમાં સાથ ન આપે.

માત્ર સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા જેવા બિન ઇસ્લામિક દેશો જ નહીં પણ મુસ્લિમ બહુમત વાળા દેશો પણ કાશ્મીર મુદ્દે ચુપ જ રહેશે કેમ કે મુસ્લિમ દેશોના વડાઓનું પણ કરોડો રૂપિયાનું રોકાણ ભારતમાં હોય છે આવી સિૃથતિમાં તેઓ ભારત વિરૂદ્ધ કેમ બોલે?

qureshi2 GSTV
qureshi2

કુરેશીએ પાકિસ્તાનના નાગરીકોને સલાહ આપી હતી કે તમે મુર્ખાઓના સ્વર્ગમાં રહેવાનું બંધ કરી દો, સાથે પાકિસ્તાનના નેતાઓને પણ કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે જો ભારત વિરૂદ્ધ અન્ય દેશોનો સાથ સહકાર ઇચ્છતા હોય તો નવી પદ્ધતી અપનાવવી પડશે.

કુરેશીએ આ નિવેદન ત્યારે કર્યું હતું જ્યારે રશિયા, અમેરિકા, ચીન, સંયુક્ત રાષ્ટ્રએ 370 મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેવાની ના પાડી દીધી હતી. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા જ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ સંગઠનોએ પણ પાકિસ્તાનને સાથ આપવાની ના પાડી દીધી હતી અને એવી સલાહ આપી હતી કે આ મામલે બન્ને એકબીજાની સાથે વાતચીતથી નિવેડો લાવે.

READ ALSO

Related posts

બુલેટ ટ્રેન માટે રસ્તો થયો સાફ : મોદીને નડશે ગુજરાતના ખેડૂતો, સુપ્રીમ પહોંચશે મામલો

Nilesh Jethva

મેટ્રો-આરે ટ્વિટ વિવાદ: આરે બચાવો સમર્થકોએ અમિતાભ બચ્ચનનાં બંગલા સામે વિરોધ પ્રદર્શન કર્યુ

Riyaz Parmar

મંદીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેજીનો તોખાર, 200 ટકાનો ફાયદો થયો ભારતને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!