GSTV
Gujarat Government Advertisement

જો સાત ટકાના દરે વિકાસ કરતા હોઈએ તો રોજગારી કેમ ન મળે, સાચા આકડા સ્પષ્ટ કરવા જોઈએ- રાજન

raghuram rajan

Last Updated on March 27, 2019 by Alap Ramani

ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું નથી ત્યારે દેશનો જીડીપી સાત ટકા રહેવા અંગે પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીડીપી આંકડા અંગે પ્રવર્તતી શંકાઓ દૂર કરવા માટે સન્માનિત અર્થશાસ્ત્રીઓની એક સમિતિની રચના કરવી જોઇએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)માં મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂકેલા રાજને જણાવ્યું છે કે ભારતનો સાચો વિકાસ દર શું છે તે સ્પષ્ટ કરવું જરૂરી છે.

રાજને જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સરકારમાં એક પ્રધાનને ઓળખું છું જેમણે કહ્યું હતું કે આપણે સાત ટકાના દરે વિકાસ કરતા હોઇએ અને રોજગારીનું સર્જન ન થાય તે કેવી રીતે બને. એનો અર્થ એવો થાય છે કે આપણે સાત ટકાના દરે વિકાસ કરી રહ્યાં નથી. જો કે રાજને આ પ્રધાનનું નામ આપ્યું ન હતું.

સપ્ટેમ્બર, ૨૦૧૩થી સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી આરબીઆઇના ગવર્નર રહી ચૂકેલા રાજને જણવ્યંર છે કે રોજગારીનું સર્જન કરવા માટે વ્યાપક ભૂમિકાવાળા વિકાસની જરૂર છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૧૮માં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(સીએસઓ)એ યુપીએ શાસનકાળમાં જાહેર કરાયેલા જીડીપીમાં ઘટાડો કર્યો હતો.

ગયા મહિને સરકારે ૨૦૧૭-૧૮નો જીડીપીમાં ફેરફાર કર્યો હતો. અગાઉ ૨૦૧૭-૧૮નો જીડીપી ૬.૭ ટકા જાહેર કરવામાં આવ્યો હતો. જે વધારીને ૭.૨ ટકા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા એનએસએસઓના આંકડા જાહેર ન કરવા અંગે પણ પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ સર્વે મુજબ વર્ષ ૨૦૧૭માં ભારતનો બેકારી દર ૪૫ વર્ષની ઉચ્ચ સપાટીએ હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!