GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આ કારણે ગુજરાતમાં હવે રૂપાણી સામે કોઈ મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી

CM Vijay Rupani

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના શ્રેષ્ઠ દેખાવને લઈને સીએમ વિજય રૂપાણીનું રાજકીય કદ વધશે. પુરુષોત્તમ રૂપાલાને કેન્દ્રીય પ્રધાન બનાવી દઈને મોદી-શાહે ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાશે તેવી અફવાઓ પર પણ પૂર્ણ વિરામ મુકી દીધુ છે. મોદી કેબિનેટમાં રૂપાલા અને મનસુખ માંડવિયાને સ્થાન આપીને પાટીદારોને રાજી રાખવાનો પણ એક પ્રયાસ થયો છે.

CM Vijay Rupani

વારંવાર વિરોધી દ્વારા એવી અફવા ફેલાવવામાં આવતી હતી કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં નેતૃત્વમાં બદલાવ આવે છે. સીએમ તરીકે પુરુષોત્તમ રૂપાલાનું નામ ચાલી રહ્યું હતું. પણ મોદી શાહની જોડીએ રૂપાલાને ફરી દિલ્હી બોલાવી રૂપાણીનુ રાજકીય કદ વધારી દીધુ છે.

પાટીદાર આંદોલન શાંત પાડી, કોંગ્રેસના સુપડા સાફ કરી રૂપાણીએ રાજકીય મુત્સદીગીરીનો પરિચર આપ્યો છે. જેથી મોદી શાહે એવો પણ સંદેશો આપ્યો છે કે, 2022 સુધી વિજય રૂપાણી ગુજરાતમાં અડીખમ રહેશે. એમના નેતૃત્વમાં જ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

READ ALSO

Related posts

ગુજરાત હાઈકોર્ટે વાલીઓને આપી આંશિક રાહત, ખાનગી શાળાઓ ટ્યૂશન સિવાયની કોઈ ફી વસૂલી શકશે નહીં

Pravin Makwana

કોરોના વેક્સીન ફેઝ-2નું આવતીકાલથી કેડિલામાં ટ્રાયલ, માનવ પરીક્ષણ કરવાની મળી છે મંજૂરી

Pravin Makwana

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આ મહિનામાં મળે તેવી શક્યતા, ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડકાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!