ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચના નક્કી કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચને લઇને ચાલી રહેલી અટકળોની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) મંગળવારે કહ્યું કે તેમને લાગતુ નથી કે 30મેથી પ્રારંભ થઈ રહેલા વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થશે. આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું હતું કે ભારતને 16 જૂને માન્ચેસ્ટરમાં પાકિસ્તાનની સામે રમવુ જોઈએ નહીં.

રીચર્ડસને કહ્યું, ‘આ ભયાવહ ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે પોતાના સભ્યોની સાથેની સ્થિતિ પર નજર રાખીશું. તેમણે કહ્યું, એવા કોઈ સંકેત નથી કે આઈસીસી પુરૂષ વર્લ્ડ કપની કોઈ મેચ નક્કી કાર્યક્રમ અનુસાર થશે નહીં.’

તેમણે કહ્યું, ‘રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની પ્રચંડ ક્ષમતા છે અને અમે તેના આધારે પોતાના સભ્યોની સાથે કામ કરીશું.’ તો બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, ‘હરભજને પોતાનો પક્ષ મૂક્યો પરંતુ એવુ કહ્યું નથી કે જો આપણે તેમની સામે સેમીફાઈનલ અથવા ફાઈનલ રમવી પડે તો. શું આપણે રમીશું નહીં. આપણે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છીએ.

તેમણે કહ્યું, ‘ભારતે 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે મેચ રમી હતી, જ્યારે કારગિલ યુદ્ધ ચરમસીમાએ હતું.’ હરભજને સોમવારે કહ્યું હતું કે ભારત જો 16 જૂને માન્ચેસ્ટરમાં પાકિસ્તાનની સામે યોજાનારી મેચ ગુમાવી નાખે છે તો પણ ભારત એટલી મજબૂત સ્થિતિમાં છે કે તે વર્લ્ડ કપ જીતી શકે છે.

તેમણે કહ્યું હતું, ‘આ કપરો સમય છે. આતંકવાદી હુમલો થયો છે, આ અવિશ્વસનીય છે અને ખૂબ અયોગ્ય છે. સરકાર આવશ્યક રીતે યોગ્ય કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો પ્રશ્ન છે તો મને લાગતુ નથી કે આપણે તેમની સાથે કોઈ પણ સંબંધ રાખવો જોઈએ, નહીંતર આવુ ચાલતુ રહેશે.’ તેમણે કહ્યું, ‘આપણે દેશની સાથે ઉભુ રહેવુ જોઈએ. ક્રિકેટ અથવા હૉકી કોઈ પણ રમતમાં તેમની સાથે રમવુ જોઈએ નહીં.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter