GSTV
Home » News » ગુજરાતના આ શહેરમાં નથી ઊજવાતી ઉત્તરાયણ, ગરવો ગઢ ગીરનાર બને છે વિલન

ગુજરાતના આ શહેરમાં નથી ઊજવાતી ઉત્તરાયણ, ગરવો ગઢ ગીરનાર બને છે વિલન

સમગ્ર રાજ્યમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પણ જુનાગઢમાં ઉતરાયણનું પર્વ હંમેશા નિરુત્સાહ હોય છે. કેમકે અહીંની ભૌગોલીક પરિસ્થિતી એવી છે કે અહીં ઉતરાયણ પર પવન જ નથી હોતો. જેના કારણે અહીંના લોકો ઉતરાયણ પણ પતંગ ઉડાવતા જ નથી.

  • ગરવો ગઢ ગીરનાર બને છે અવરોધ
  • ઉતરાયણ પણ નથી હોતો પવન
  • જૂનાગઢમાં નથી ઉજવાતી ઉતરાયણ

ઉતરાયણના પર્વમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં પતંગ ઉડાવાની મોજ મણાતી હોય છે. પણ જૂનાગઢમાં આવા દ્રશ્યો નથી જોવા મળતા. કેમકે જૂનાગઢમાં ગરવો ગઢ ગીરનાર જે જૂનાગઢની ઓળખ છે. તે જ ગરવો ગઢ ગીરનાર ઉતરાયણમાં પતંગ શોખીનો માટે અવરોધરૂપ બને છે. કેમકે ગીરનારની ગીરીમાળાઓના કારણે જૂનાગઢ શહેરમાં પવન જોઇએ તેવો હોતો નથી. જેના કારણે જૂનાગઢવાસીઓ ઉતરાયણના પર્વ પણ પતંગ જ ઉડાવતા નથી. તો આ વાતને લઇને દંતકથા પણ ખુબ જ પ્રચલિત છે.

જુનાગઢના નવાબ પતંગના ખૂબ શોખીન હતા અને સોનાની ઘૂઘરી બાંધેલી દોર સાથે નવાબની પતંગ આકાશમાં ઉડતી. એકવાર કોઇએ નવાબની પતંગ કાપી નાખી હતી. ત્યારથી નવાબે પતંગ ચગાવાનું બંધ કરી દીધું. જે આજે પણ લોકો અપનાવી રાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢની આ અનોખી પરંપરા થોડી વિચિત્ર છે. પણ તેની પાછળ ભૌગોલિક કહો કે દંતકથાનો ઇતિહાસ એટલું ચોક્કસ છે કે ઉતરાયણ જો ઉજવવી હોય તો ક્યારેય જૂનાગઢ ન જવાય કેમકે જૂનાગડમાં આકાશ કોરુધાકોર જ જોવા મળે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!