મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાંનું પોતાનું છેલ્લુ બજેટ બુધવારે લોકસભામાં રજૂ કરે એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ઈન્કમટેક્સ સહિતની રાહતો અપાશે કે નહીં તેના પર સૌની નજર છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, આ વરસે કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મધ્ય પ્રદેશ એ પાંચ મહત્વનાં રાજ્યોમાં ચૂંટણી હોવાથી બજેટમાં તેમના માટે વિશેષ જાહેરાતો થઈ શકે છે. સોમવારથી સંસદનું સત્ર શરૂ થઈ ગયું છે. મોદી સરકારનો આર્થિક સર્વે મંગળવારે રજૂ કરશે. આ સર્વેમાં દેશના અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર જ રજૂ કરાશે એ સ્પષ્ટ છે.

ઈન્કમટેક્સમાં આવકવેરાની મર્યાદા વધારીને પાંચ લાખ કરવાના ભાજપના વરસો જૂના વચનનો અમલ પડતર છે પણ આ વચન આ વખતે પણ પળાશે એ વિશે ભાજપનાં સૂત્રોને શંકા છે. તેમનું કહેવું છે કે, સ્લેબમાં થોડોક ફેરફાર થઈ શકે છે પણ સીધી પાચં લાખની આવક પર મુક્તિની જાહેરાત થાય એવી શક્યતા ઓછી છે.
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ
- વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ
- નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર