GSTV

વિવાદ/ રવિન્દ્ર જાડેજાના ઘરનો કકળાટ જગજાહેર થયો, જાણો એવું તો શું થયું કે પત્ની અને બહેન વચ્ચે છેડાઇ ગઇ જંગ

રવિન્દ્ર

Last Updated on September 10, 2021 by Bansari

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં બંને બહેનો અને પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદે સૌકોઇને ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. હકીકતમાં રવિન્દ્ર જાડેજાની બહેન નયનબા જાડેજા અને પત્ની રીવાબા જાડેજા વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયુ છે. આ વખતે મુદ્દો માસ્ક પહેરવાનો છે.

શું છે સમગ્ર મામલો

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા બીજેપી નેતા છે અને સૌરાષ્ટ્રની કરણી ક્ષેત્રીય સેનાની અધ્યક્ષા પણ છે. રીવાબા જાડેજા સમાજ સેવામાં ઘણી આગળ પડતી છે, જ્યારે જાડેજાની બહેન નયનબા જાડેજા કોંગ્રેસમાં ઘણી સક્રિય છે. પત્ની રીવાબા જાડેજાને પતિ રવિન્દ્ર જાડેજાનો સાથ મળે છે.

સાથે જ બહેન નયનબા જાડેજાને કોંગ્રેસ માટે પિતાનો સાથ મળે છે. આ વખતે પણ નણંદ-ભાભી વચ્ચે બબાલની શરૂઆત એક રાજકીય કાર્યક્રમના કારણે થયો છે. એક કાર્યક્રમમાં રીવાબા જાડેજાએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી હતી, પરંતુ તેણે પોતે માસ્ક યોગ્ય રીતે પહેર્યુ ન હતું. તેના પર નયનબા જાડેજાએ કમેન્ટ કરતા લખ્યું કે બીજેપીના નણંદ-ભાભીની ખટપટ, શા કારણે આમને-સામને છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન? તે જ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર લાવવાનું કામ કરી રહ્યા છે.

રવિન્દ્ર

પહેલા પણ વિવાદમાં આવી ચુકી છે રવિન્દ્ર જાડેજાની પત્ની

તેની પહેલા ઓગસ્ટ 2020માં પણ રીવાબા જાડેજા માસ્ક ન પહેરવાના કારણે વિવાદમાં આવી ચુકી હતી. રવિન્દ્ર જાડેજાની પત્ની પોતાની કારમાં ક્યાંક જઇ રહી હતી, ત્યારે બંનેએ માસ્ક પહેર્યુ ન હતુ. તે બાદ રવિન્દ્ર જાડેજાની પત્નીને પોલીસે રોકી તો તેણે ખૂબ દલીલ કરી હતી. હવે ફરી એકવાર માસ્ક ન પહેરવાના કારણે રીવાબા પોતાની નણંદ નયનબાના ટાર્ગેટ પર છે. જો કે હાલ રીવાબાનું કોઇ રિએક્શન સામે નથી આવ્યુ. પરંતુ ગુજરાતના રાજકારણમાં આ બંને નણંદ-ભાભી ચર્ચાનો વિષય જરૂર બની છે.

Read Also

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!