GSTV

અજબ ગજબ / આ ગુફામાં છે અબજોનો ખજાનો પણ નથી કરી શકતું કોઈ હાંસલ, જાણો કેમ..?

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

વિશ્વમાં ઘણી એની વિચિત્ર જગ્યાઓ છે, જ્યાં અમોઘ ખજાનો છુપાયેલો છે. સૌથી નવાઈની વાત એ છે કે આ ખજાના વિશે જાણ્યા પછી પણ વૈજ્ઞાનિકો માટે આજ સુધી તેના સુધી પહોંચવું શક્ય નથી. આવો જ એક ખજાનો મેક્સિકોમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ખજાનો મેક્સિકોની એક ગુફામાં 5 લાખ વર્ષથી છુપાયેલો છે. મેક્સિકોમાં સિએરા ડી નાયકા પર્વતની નજીકની ગુફામાં ખૂબ જ ભારે અને વિશાળ ક્રિસ્ટલ છુપાયેલા છે. આ વિશાળ ક્રિસ્ટલ દુનિયા માટે કોઈ ખજાનાથી ઓછા નથી.

વર્ષ 2000 માં ખ્યાલ પડ્યો કે ગુફામાં છે ક્રિસ્ટલ :

તમને જાણીને નવાઈ લાગશે કે તેનું આકાર એટલું મોટું છે કે તે થાંભલા જેવા દેખાય છે. 5 લાખ વર્ષથી વધુ જૂના આ ક્રિસ્ટલ પર કોઈપણ સરળતાથી ચાલી શકે છે. આ ક્રિસ્ટલ વિશે વૈજ્ઞાનિકોને જાણકારી પણ મળી છે. તેના પછી પણ આજ સુધી તેને કાઢવામાં નથી આવ્યા, કારણ કે આ ગુફાની અંદર જઈને આ ક્રિસ્ટલને કાઢવા એ મોતના મુખમાં જવા જેવું છે. આ ક્રિસ્ટલ પૃથ્વીથી 984 ફૂટ નીચે છે. ગુફામાં હોવાને કારણે તેનું નામ જાયન્ટ ક્રિસ્ટલ કેવ રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોને આ ક્રિસ્ટલ વિશે વર્ષ 2000માં ખબર પડી હતી. ખોદકામ દરમિયાન જ્યારે વૈજ્ઞાનિકોએ પર્વતની નીચે આ અદ્ભુત નજારો જોયો તો તેઓને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો.

મેગ્માના કારણે પથ્થર બન્યા ક્રિસ્ટલ :

તમને જણાવી દઈએ કે આ ક્રિસ્ટલ્સ જીપ્સમના બનેલા છે. જીપ્સમ એક ખનિજ છે. જીપ્સમનો ઉપયોગ કાગળ અને કાપડ ઉદ્યોગમાં ફિલર તરીકે થાય છે. તેના સિવાય સિમેન્ટમાં પણ જીપ્સમનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પહાડની નીચે આટલા નીચા દટાઈ જવાને કારણે ક્રિસ્ટલથી બનેલા આ સ્તંભો વધતા જ ગયા. આ ક્રિસ્ટલ્સની કિંમત અબજો રૂપિયા છે. સાયન્સ હાઉ સ્ટફ વર્ક્સ નામની વેબસાઈટ મુજબ એક સમયે આ જગ્યા મનુષ્યો માટે ખુલ્લી હતી. તે સમયે પણ અહીં ઘણા મૃત્યુ થયા હતા, કારણ કે અહીં ખૂબ જ વધારે તાપમાન હતું. આ તાપમાનના કારણે જ આ ક્રિસ્ટલ બન્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે આ સ્થળની મુલાકાત લેવી અશક્ય જ છે. ક્રિસ્ટલ નીચે ખૂબ જ વધુ ગરમ ખડકો એટલે મેગમા મળતા હતા. લગભગ 2 કરોડ વર્ષો પહેલા આ મેગ્મા ધીમે ધીમે તિરાડોમાંથી બહાર આવવા લાગ્યા. તેનાથી પર્વતની રચના થઈ. આ મેગ્માને કારણે આ ક્રિસ્ટલ પણ રચાયા હતા.

ડીહાઇડ્રેશન છે લોકોના મૃત્યુનું કારણ :

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે મેગ્મા બહાર આવ્યો ત્યારે તે દરમિયાન 33 ફૂટ પહોળી અને 98 ફૂટ ઊંચી ગુફામાં ભૂગર્ભ જળ હતું. આ પાણીમાં એનહાઇડ્રાઇટ ખનિજ હતું. તે સમયે ગુફાનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસ હતું. તાપમાન ઓછું થવાના કારણે એનહાઇડ્રાઇટે ક્રિસ્ટલનો આકાર લઈ લીધો. તેવી જ રીતે આ ક્રિસ્ટલ હજારો વર્ષો સુધી રચાતા અને વધતા રહ્યા. વૈજ્ઞાનિકોના મતે, આટલા ઊંચા તાપમાન અને હવામાં 100 ટકા ભેજના ડિહાઈડ્રેશનને કારણે અહીં જતા લોકો મૃત્યુ પામે છે.

Read Also

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!