છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈરાતથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અમીરગઢમાં વરસાદના છાંટા પડ્યા હતા. તો અંબાજીમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાટણમાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. પાટણમાં વાદળછાયુ વાતાવરણ મળી રહ્યુ છે. તો બેચરાજીમાં પણ વાદળછાયા વાતાવરણના કારણે જીરું, રાયડા સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે. સાબરકાંઠામાં સતત ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ઘઉં, વરિયાળી, જીરુ જેવા પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.
પાટણ
તો આ તરફ પાટણમાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં છુટાછવાયા વાદળ ઘેરાયા છે અને રાતે વરસાદી છાંટા પણ પડ્યા. ચાણસ્મા તથા હારીજ પંથકમાં ઝરમર વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાના કારણે જીરું સહિતના પાકને રોગચાળો આવે તેવી ભીતિ છે. કમોસમી વરસાદથી લોકોને બેવડી ઋતુ નો અનુભવ થવા સાથે બિમારીનો ભય સતાવી રહ્યો છે.
અંબાજી
જાણીતા યાત્રાધામ અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અંબાજી ખાતે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં થોડાક વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેના કારણે ખેડૂતોએ પાકના નુકસાનની ભીતી અનુભવી હતી.
જૂનાગઢ
તો આ તરફ જૂનાગઢમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢન પંથકમાં ઝરમર વરસાદના છાંટા પડ્યા હતા. ખાસ કરીને બિલખા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત જોવા મળ્યા.
દ્રારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો. જિલ્લાના ખંભાળિયા, દ્વારકા,અને કલ્યાણપુર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ. ખંભાળિયા તાલુકામાં તેજ પવન સાથે વરસાદી માહોલ બની ગયુ હતું. બદલાયેલ વાતાવરણના કારણે જીરૂ ની ખેતી કરનાર ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી અને ડબલ મૌસમના કારણે લોકોને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા થઇ રહી છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો