GSTV

ગોંડલમાં વરસાદ વચ્ચે રાજ્યભરમાં ગરમીનો કાળો કેર

Last Updated on May 4, 2018 by Mayur

રાજયમાં એક બાજુ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ રાજયમાં કેટલીક જગ્યાએ હવામાનમાં પલટો આવ્યો છે. રાજકોટના ગોંડલના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આંબરડી ગામમાં હવામાનમાં અચાનક પલટો આવતા કરા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક થતા લોકોને થોડેક અંશે ગરમીમાં રાહત મળી રહેશે એવું લાગી રહ્યું છે.

 

ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં હવામાનમાં અચાનક પલટો આવતા કરા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ભલે ઠંડક પ્રસરી હોય, અને ગોંડલમાં વરસાદી માહોલ હોય પરંતુ રાજ્યના અન્ય વિસ્તારો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યુ. જ્યારે રાજકોટમાં પણ ગરમીનો પારો 42.7 ડિગ્રીને પાર રહ્યો. જોકે અમદાવાદમાં ગરમીમાં મામુલી ઘટાડો નોંધાયો. અમદાવાદ, ઈડર, અમરેલીમાં પારો 41 ડિગ્રીની આસપાસ રહ્યો.

 

એક તરફ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડે છે. ત્યાં બીજીતરફ રાજ્યના એક માત્ર હવાખાવાના સ્થળ ગણાતા સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયુ છે. વરસાદી માહોલ તેમજ ઠંડી હવાના કારણે વાતાવરણ ખુશનુમા થયુ છે. જેથી સાપુતારાની મુલાકાત લેનારા પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે, ગાઢ ધુમ્મસના કારણે સાપુતારા તરફના રસ્તાઓ પર અકસ્માતનો ભય વધ્યો છે.

રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ત્રણ દિવસ માટે મોરબી જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મોરબીવાસીઓ પણ પોતાના અગત્યના કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જેથી બપોરના સમયે મોરબીમાં જનતા કર્ફયુ જેવો માહોલ જોવા મળ્યો. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા.

 

 

 

Related posts

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ધાર્મિક સ્વતંત્રતા: લવ જેહાદના કાયદાને પડકારતી અરજી, રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય કે નહીં !

Pravin Makwana

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!