GSTV

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

કોંગ્રેસ

Last Updated on December 7, 2021 by GSTV Web Desk

પંજાબમાં કોંગ્રેસ છોડ્યા બાદ આખરે કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ લોક કોંગ્રેસ નામથી નવો રાજકીય પક્ષ રચ્યો. કોંગ્રેસથી અલગ થઈ બીજી પાર્ટી રચવાની પ્રણાલી બે-પાંચ કે દસ-વીસ નહી પણ 64મી વખત બન્યુ છે. 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની છે કે કોંગ્રેસ છોડ્યા બાદ નેતાઓએ પોતાનો નવો રાજકીય પક્ષ બનાવી લીધો હોય. આશ્ચર્યની વાત તો એ છે કે 1996માં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઈન્દિરા ગાંધીને જ પાર્ટીથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.

કોંગ્રેસ
emergency fact india

જ્યાં મોકો દેખાય ત્યાં કોંગ્રેસ છોડી નેતાઓ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી કોંગ્રેસ સામે જ શિંગડા ભેળવે છે. 1998માં સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પક્ષની કમાન સંભાળી હતી. સોનિયા ગાંધીના અધ્યક્ષ રહેતા સૌથી વધુ ફૂટ પડી છે. સોનિયા ગાંધીના અધ્યક્ષ પદે રહેતા અત્યાર સુધી કોઈને કોઈ કારણોથી અલગ થયેલા નેતાઓએ 26 નવા રાજકીય પક્ષ બનાવી ચૂક્યા. 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની છે કે કોંગ્રેસ છોડ્યા બાદ નેતાઓએ પોતાનો નવો રાજકીય પક્ષ બનાવી લીધો હોય.

ચિતરંજનદાસે કોંગ્રેસ છોડી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. 1939માં ગાંધીજી સાથે વિખવાદ થતાં સુભાષચંદ્ર બોઝ અને શાર્દુલ સિંહ કોંગ્રેસથી અલગ થયા. તેમણે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક નામથી અલગ પાર્ટીની રચના કરી હતી. આમ દેશની આઝાદી પહેલાથી જ કોંગ્રેસમાં બળવાના સૂર દેખાઈ રહ્યા છે. વર્ષ 1956થી 1970 સુધીમાં કોંગ્રેસનો સાથે છોડી ગયેલા નેતાઓએ 12 નવા રાજકીય પક્ષ બનાવ્યા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે 1969માં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને જ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમના પર અનુશાસન ભંગ કરાવનો આરોપ લાગ્યો હતો. જેના જવાબમાં ઈન્દિરા ગાંધીએ નવી કોંગ્રેસ ઉભી કરી દીધી. જેને કોંગ્રેસ-આર નામ આપ્યું. તો 1978માં ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ-આર છોડીને નવી પાર્ટી રચી. જેને કોંગ્રેસ-આઈ નામ આપ્યું. 1998માં મમતા બેનર્જીએ કોંગ્રેસમાંથી છૂટા થઈ તૃણમૂલ કોંગ્રેસ નામે નવી પાર્ટી શરૂ કરી. તો 1999માં શરદ પવાર પણ કોંગ્રેસથી અલગ થયા હતા. 2016માં છત્તીસગઠમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અજીત જોગીએ છૂટા થઈ છત્તીસગઢ જનતા કોંગ્રેસ નામથી અલગ રાજકીય પક્ષ રચ્યો.

GSTV

Read Also

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!