GSTV
Home » News » ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો, ભારેથી અતિભારે વરસાદ વરસશે

ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો, ભારેથી અતિભારે વરસાદ વરસશે

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાવાઝોડાનું નામ વાયુ આપવામાં આવ્યું છે. 11 થી 14 જૂન દરમ્યાન લો પ્રેશર ઉદ્દભવવાની શક્યતા છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાને કારણે ગુજરાત પર ફરી એક વખત સાયક્લોનનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર 11 થી 14 જૂન દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવવાને કારણે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે આગામી 24 કલાકમાં સાયક્લોનમાં પરિવર્તિત થશે. જેના પરિણામે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

વાયુ વાવાઝોડાને લઇને પાટનગર ગાંધીનગરમાં વહીવટી તંત્ર સાબદું બન્યુ છે. સાયક્લોનને લઈને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઈમરજન્સી બેઠક મળી હતી. જેમાં સાયક્લોનની અસર અંગે હવામાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 નંબરનું સિંગનલ આપવામાં આવ્યું છે.

સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સાયક્લોનના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાશે. ગુજરાત સરકાર દ્વારા વાયુ સાયક્લોનને લઇને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સાથે જ સરકારે આ સમયગાળા દરમ્યાન લોકોને દરિયાકાંઠે કે બીચ પર ન જવાની સૂચના આપી છે.

READ ALSO

Related posts

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur

દિલ્હી-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરમાં ત્રણ રાજ્યોની સાથે યોજાવાની શક્યતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!