GSTV

પીએમ શ્રમ યોગી મંડળ પેન્શન યોજના અને 3000 રૂપિયાની એનપીએસમાં મોટો ફેરફાર આવી શકે છે, જાણો કેવી રીતે અને કોને મળશે લાભ

પ્રધાનમંત્રી શ્રમ યોગી મહાધન યોજનામાં 60 વર્ષની વયે 3000 રૂપિયા પેન્શન મળે છે. 100 રૂપિયા ભરો તો સરકાર તેમાં 100 રૂપિયા ઉમેરશે. હવે નાના વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે હાલની સ્વૈચ્છિક પેન્શન યોજનાઓને ઇપીએફઓ હેઠળ લાવવાની યોજના તૈયાર થઈ રહી છે. શ્રમ યોગી માનધન અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો સમાવેશ થાય છે. હાલ આ યોજના સફળ નથી. 18 વર્ષના અરજદારે મહિનામાં 55 રૂપિયા ભરવાના રહેશે. ઉંમર વધારે તેમ પ્રિમિયમ વધારે છે. 40 વર્ષની ઉંમર હોય તો રૂ.200 દર મહિને આપવાના રહેશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી મહાધન યોજનાના નિયમોમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરોની આવક રૂ.15,000 થી વધુ ન હોવી જોઈએ. બચત બેંક ખાતું અથવા જન ધન ખાતામાં પાસપોર્ટ અને આધાર નંબર હોવો જોઈએ. ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સભ્યનું મૃત્યુ થાય તો જીવનસાથી તે યોજના ચલાવી શકે છે. પેન્શન મેળવી શકે છે. યોજના બંધ પણ કરી શકે છે. 1800 267 6888 ટોલ ફ્રી નંબર પર આ યોજના વિશેની માહિતી મેળવી શકો છો.

READ ALSO

Related posts

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!